કેમકે ઊભું રહેવાનું સ્થાન જ ન હતું; જો પગ ધ્રૂજે તો નીચે ઊંડી
ખીણ હતી : હવે.....? બસ, લાંબો વિચાર કર્યા વગર અહા, એક
ક્ષણ – બે ક્ષણ થઈ ત્યાં તો, અંદર આમ દેહથી ભિન્ન ચૈતન્યના
ધડાકા બોલવા માંડયા હોય.....એવી ગંભીર પરિસ્થિતિમાંથી અમે
પસાર થઈ ગયા. એ ધડાકા અંદર લાગ્યા એની અસર આજે
અત્યારે પણ નથી ભુલાતી. ધડાકા એટલે
સાક્ષાત્ અત્યારે દેખી લઉં, અથવા દેખાઈ ગયું – એવી કોઈ, ન
કલ્પી શકાય એવી અકલ્પ્ય વેદના એ વખતે થયેલી; અલબત્ત, એ
કાંઈ સ્વાનુભૂતિ ન હતી, પરંતુ એક એવો ધડાકો હતો કે જાણે
આત્માને જગાડી દીધો.
જ હતો, આત્માની ભાવના વધુ ને વધુ ઊંડી ભાવતો જ હતો; એ
ભાવનાને એક જબરજસ્ત ટેકો આપે એવો આ ગીરનારની ચોથી
ટૂંક ઉપરનો પ્રસંગ બન્યો. ત્યારપછી તો રાજકોટ (ગુરુદેવ સાથે)
ગયા અને પરિણામ બસ
પાડીને નાંખી આવ્યા, હવે તો એકલો આત્મા જ લઈને આવ્યા
છીએ. એટલે એકલા આત્માની ધૂનમાં રહેતાં – રહેતાં, એનું ઘૂંટણ
કરતાં – કરતાં, રાજકોટથી પછી તો ગુરુદેવ સાથે જયપુર ગયા.
જયપુરમાં બસ, ત્યાં પં. ટોડરમલજી – સ્મારક – ભવનમાં
સીમંધર ભગવાન પાસે હું આખો દિવસ પરમ નિવૃત્તિથી બેસી
રહેતો; મારી સમયસાર – સ્વાધ્યાય અત્યંત ઘોલનપૂર્વક કરતો;
અને દેહને તો ગીરનારની ચોથી ટૂંકે મુકી આવ્યો છું એટલે હવે તો