સ્મરણ કરતો હતો; અને આ સ્વાનુભૂતિ – પ્રકાશનાં બાકી રહેલાં
પદોની રચના મેં ત્યાં પૂરી કરી હતી.
ગિરનાર આવ્યા; વૈશાખ સુદ ચોથે (નવલભાઈ વગેરે સાથે) અમે
ગિરનારની યાત્રા કરી. પાંચમી ટૂંક – મોક્ષટૂંકની યાત્રા કર્યા બાદ
પ્રદ્યુમ્નસ્વામીની ચોથી ટૂંક તરફ જવાની ભાવના જાગી. ડોળીવાળા
એક ભાઈ અમને પાંચમી ટૂંકેથી પાછળના ટૂંકા રસ્તે ચોથી ટૂંક
તરફ જવા દોરી ગયા; પરંતુ થોડુંક ચાલ્યા ત્યાં પાછળનો રસ્તો
એવો ગંભીર કટોકટીભરેલો અને જોખમી આવ્યો કે અમે તો સ્તબ્ધ
થઈ ગયા; હવે શું કરવું
આવી, – તે સાવ ઊભી શિલા ઉપર કેમ કરીને ચડવું તે અમારા
માટે એક મોટો ગંભીર કટોકટીનો પ્રશ્ન થઈ પડયો.....વધારે વખત
ત્યાં પગ માંડીને ઊભા રહી શકાય એટલી જગ્યા પણ ન હતી, કે
હવે પાછા પગલે પાછા ફરી શકાય તેવું પણ રહ્યું ન હતું. ઝાઝો
વિચાર કરવાનો ટાઈમ ન હતો. પગ ધ્રુજે તો બાજુમાં ભયંકર
ખીણમાં પડીને મરવાનું હતું. ઊંચી ઊભી શિલા ઉપર પણ કઈ રીતે
ચડવું
જરાય ટેકો આપી શકીએ એવી કોઈ જાતની પરિસ્થિતિ નહિ;
આવી કટોકટીભરેલી નિરાલંબી દશામાં, એકકોર દેહથી ભિન્ન
ચૈતન્યનું અંતરમાં સ્મરણ થતું હતું. અને એ વખત બહુ જ થોડીક
ક્ષણનો જ પ્રસંગ હતો....બે – પાંચ મિનિટની અંદર જ જે કાંઈ