Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 194 of 237
PDF/HTML Page 207 of 250

 

background image
૧૯૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
ઊછળ્યો કે ઊંડેથી મહાન ધરતીકંપ થતાં આખો સમુદ્ર ઉલ્લસે તેમ
ચૈતન્યપાતાળ ઉલ્લસીને અનંતા ચૈતન્યરત્નો બહાર કિનારે આવ્યા
એટલે કે પરિણતિમાં પ્રગટરુપ થયા. આ રીતે સ્વાનુભૂતિમાં સમુદ્ર
કરતાં પણ વધારે ગંભીરતા છે અને અનંત ચૈતન્યગુણરુપી રત્નો
નિર્મળપણે ઉલ્લસી – ઉલ્લસીને એ અનુભૂતિમાં પરિણમી રહ્યા છે.
મોટા પર્વત કરતાં પણ એ સ્વાનુભૂતિનું ગૌરવ ઘણું મહાન છે.
અહો, આ ગીરનારપર્વત મહાન તીર્થ! એનું તીર્થપણું પણ
ખરેખર તો સ્વાનુભૂતિના જ પ્રતાપે છે. જો સ્વાનુભૂતિ ન હોય તો
આ ગીરનારને તીર્થ તરીકે કોણ પૂજે
? જો સ્વાનુભૂતિવાળા જીવો
અહીં વિચર્યા ન હોત ને અહીં બિરાજ્યા ન હોત તો, આ કાળા
કાળા પથરાને તીર્થ તરીકે કોણ માનત
? ને કોણ પૂજત? આ
ગીરનારને તીર્થ તરીકે માની રહ્યા છીએ ને પૂજી રહ્યા છીએ તે તો
ખરેખર અહીં વિચરેલા સંતોની સ્વાનુભૂતિની પૂજા છે; સ્વાનુભૂતિનું
સ્મરણ કરીને આ ગીરનારને તીર્થ તરીકે પૂજીએ છીએ.
અહો, આ ગીરનાર દેખતાં, – ખરેખર અમે ગીરનારને
નથી દેખતાં – અમે તો પ્રદ્યુમ્ન ભગવાન વગેરે સંતોની
સ્વાનુભૂતિને સાક્ષાત્ દેખીએ છીએ.....નેમનાથ પ્રભુની પરમ
વૈરાગ્યમય આનંદપરિણતિને સાક્ષાત્ દેખીએ છીએ. અહો
ભગવંતો
! સ્વાનુભૂતિસહિત આપ અહીં વિચર્યા – એ યાદ
આવતાં, આપનાં ચરણોથી સ્પર્શાયેલી આ બાહ્યભૂમિ પણ અમને
તીર્થ જેવી લાગે છે તેથી તેને પણ અમે મસ્તક નમાવીને પૂજીએ
છીએ....એની રજને અમારા શિર પર ચડાવીએ છીએ.
સ્વાનુભૂતિના આ છેલ્લા પદો ગીરનારમાં રચાયેલા છે. વીર
સં. ૨૪૯૯માં વૈશાખ અને જેઠ માસમાં લગભગ એક મહિનો હું
ગીરનારમાં રહ્યો હતો ( – મારા ભાભી પણ આવેલા) તે વખતે