Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 42.

< Previous Page   Next Page >


Page 193 of 237
PDF/HTML Page 206 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૯૩
તેથી આપનું આ સુંદર મજાનું અદ્ભુત આત્મિક જીવન લખતાં મને
પણ મહાન પ્રસન્નતા ને આનંદ થાય છે.
વીર સં. ૨૫૦૦ના ફાગણ સુદ ૧૩ ના રોજ, સોનગઢ
પરમાગમમંદિરમાં શ્રી વીરપ્રભુની મંગલ પ્રતિષ્ઠા થઈ; તે પ્રસંગે
એક સુંદર પારણાઝુલનની હાલતીચાલતી રચના સાથે, ત્રિશલામાતા
અને વર્દ્ધમાનકુંવરની અત્યંત મીઠી – મધુરી ચર્ચાથી ભરપૂર માતા
– પુત્રનો સંવાદ અંતરના ભાવોની સહજ ઉર્મિથી રચાયેલ તે
સુમધુર સંગીત સાથે ટેપ – કેસેટમાં ઉતારેલ; તેના દ્વારા
ત્રિશલામાતા અને વર્દ્ધમાનકુમારની મીઠી મધુરી વાણી સાંભળીને
લાખો જીવો ખુશ – ખુશ થયા. અહો, નાનકડા – તીર્થંકર પારણિયે
ઝુલતાં ઝુલતાં પોતાની માતા સાથે અત્યંત વહાલથી ધર્મચર્ચા કરતા
હોય – એ દ્રશ્યો દેખીને – સાંભળીને કોને આનંદ ન થાય
!
(તમારે એ ચર્ચા અને એ પારણાઝૂલન વાંચવું હોય તો
ચોવીસતીર્થંકરોના મહાપુરાણમાં વાંચી શકશો.)
ત્રિશલાનંદન મહાવીરનો જય હો. પ્રભો! હવે આપના પ્રતાપે
થયેલી સ્વાનુભૂતિનું વર્ણન આગળ ચાલે છે.
(૪૨)
ચૈતન્યસાગર ઊછળ્યો મોટો મુજમાં,
અનંત ચેતન – રત્નો નીકળ્યા તીર જો;
ગીરનાર પણ એની સાક્ષી પૂરતો,
અહો, અહો શ્રી પ્રદ્યુમ્ન સાક્ષાત જો.....
– અહો, અહો શ્રી નેમિપ્રભુ સાક્ષાત જો.....
અહો, સ્વાનુભૂતિ થતાં ચૈતન્યનો ગંભીર સમુદ્ર એવો