આપ સંસારથી એકદમ વિરક્ત થયા; વિરક્ત તો હતા જ, પણ
મુનિ થવાને યોગ્ય વિરક્ત થયા; અને મુનિ થઈને સહસ્રામ્રવનમાં
ધ્યાનમાં બિરાજ્યા.....એટલે સહેસાવન તે આપની પરમ
વૈરાગ્યભૂમિ – તે મને પણ પરમ વૈરાગ્યભાવના જગાડે છે.
લગાવી, શુક્લધ્યાનની શ્રેણી ચડવા માંડી; સાતિશય અપ્રમત્ત
ઉપરાંત ક્ષપકશ્રેણીમાં આરુઢ થઈ આઠમું – નવમું દશમું – બારમું
ગુણસ્થાન પ્રગટ કરી, વીતરાગ થઈને ક્ષણમાત્રમાં અદ્ભુત
કેવળજ્ઞાન પ્રગટ કરીને આપ તેરમા ગુણસ્થાને બિરાજ્યા. અહા,
ચૈતન્યની સર્વજ્ઞતા આપને આ સહસ્રામ્રવનમાં પ્રગટી છે.
સહેસાવનમાં બેઠા હોઈએ ત્યારે જાણે ચૈતન્યની સર્વજ્ઞતાને જ
દેખતા હોઈએ.....અંતરમાં સર્વજ્ઞસ્વભાવી ચૈતન્યતત્ત્વ જ દેખાતું
હોય
સહેસાવનમાં જ શરુ કર્યું. અહો, આ સહેસાવન.....જ્યાં ભગવાન
નેમ મુનિ થયા, જ્યાં ભગવાને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, અને જ્યાં
દિવ્યધ્વનિ દ્વારા ભગવાને ચૈતન્યતત્ત્વનું અદ્ભુત સ્વરુપ અમારા
જેવા ભવ્ય જીવોને સમજાવ્યું. વાહ પ્રભુ