Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 201 of 237
PDF/HTML Page 214 of 250

 

background image
ઋષભદેવ ઈક્ષ્વાકુવંશમાં થયેલા છે તેમ ભગવાન નેમનાથ
હરિવંશમાં થયા છે. મારું નામ હરિ છે એટલે હું પણ હરિવંશનો
જ છું.....અને હવે તો, હે નાથ
! ભાવથી પણ હું આપના વંશનો જ
થયો છું. હે હરિ! હે ભગવાન
! હે નેમપ્રભુ! આપે મને આપના
વંશમાં લીધો, નામથી અને ભાવથી બંનેથી હું હરિ થયો.....એ પણ
જાણે આપનો જ ઉપકાર છે. પ્રભો
! આપ સૌરાષ્ટ્રના શણગાર છો
ને હું પણ સૌરાષ્ટ્રનો જ છું, અને હવે સ્વાનુભૂતિ પામીને હું પણ
આપના પરિવારનો ને સૌરાષ્ટ્રના શણગારરુપ બન્યો છું. અહા,
જ્યાં સ્વાનુભૂતિવાળા જીવો વસતા હોય એ ભૂમિ ખરેખર
શણગારરુપ છે. જ્યાં વિરાધક જીવો જ વસતા હોય એ સ્મશાન;
જ્યાં ચૈતન્યની આરાધના ન હોય, જ્યાં ધર્મનો કિલ્લોલ – આનંદ
ન હોય – એવી ભૂમિ તે કેમ શોભે
? જ્યાં ચૈતન્યની
અનુભૂતિવાળા જીવો હોય – એવી ભૂમિ તે અનુભૂતિવાળા જીવોથી
ખરેખર શણગારરુપે શોભે છે. તેથી આ સૌરાષ્ટ્રભૂમિ પણ, હે
ભગવાન
! આપ વિચરતા હતા ત્યારે આપનાથી શોભતી હતી,
આજે સ્વાનુભૂતિના પ્રતાપે અમે પણ આ સૌરાષ્ટ્રની ભૂમિને
શોભાવી રહ્યા છીએ. પ્રભો
! એ મહિમા સ્વાનુભૂતિનો છે, આપના
શાસનનો એ મહિમા છે.
પ્રભો, આ સૌરાષ્ટ્રમાં સ્વાનુભૂતિના પ્રતાપે અનેક તીર્થ થયેલા
છે; શત્રુંજય સિદ્ધિધામ છે – જ્યાંથી પાંડવ ભગવંતો મુક્તિ પામ્યા
છે; ગિરનાર એ પણ મહાન તીર્થ છે – જ્યાંથી નેમનાથપ્રભુ અને
કરોડો મુનિવરો મુક્તિ પામ્યા છે. અને એવી રીતે આ સોનગઢ એ
પણ મારે માટે તો તીર્થ જ છે, કેમકે અનુભૂતિવાળા જીવો અહીં
વસે છે અને તીર્થસ્વરુપ અનુભૂતિની પ્રાપ્તિ મને આ સોનગઢક્ષેત્રમાં
– જે રુમમાં હું ૨૮ વર્ષથી રહું છું તે રુમમાં – આત્મધ્યાન વડે
થઈ છે : (ધન્ય સ્વાનુભૂતિ
!).
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૨૦૧