Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 44-45.

< Previous Page   Next Page >


Page 202 of 237
PDF/HTML Page 215 of 250

 

background image
(૪૪)
એક તીર્થ છે સોનગઢ આ સૌરાષ્ટ્રનું,
જ્યાં થઈ છે મુજ અનુભૂતિ સાક્ષાત્ જો;
અષાડ વદની સાતમ કેવી શોભતી
!
સ્વાનુભૂતિમાં આવ્યા આતમરામ જો.....
અહો, આ આત્મરામ પોતે પોતાની સ્વાનુભૂતિમાં આવ્યા
અને એ સ્વાનુભૂતિના તીર્થ વડે ભવસાગરને તર્યા; એવી સ્વાનુભૂતિ
જ્યાં પ્રગટી તે આ સોનગઢક્ષેત્ર – એ પણ એક તીર્થ જ છે. –
આવી સાક્ષાત્ અનુભૂતિ અષાડ વદ સાતમના દિવસે પ્રગટી છે,
તેથી એ દિવસ પણ મારે માટે એક અભૂતપૂર્વ, અપૂર્વ છે; સંસાર
અને મોક્ષની વચ્ચે છીણી મારનારી મંગલ ક્ષણ તે ક્ષણ મારે માટે
તીર્થનું જ કારણ છે.
(૪૫)
ચેતનવંતા જીવો સાધક દેખીને,
જાગી રે જાગી ચેતના દેવી અપૂર્વ જો;
ચેતનાએ તો છોડયા બાહિર ભાવને,
લીધો – લીધો એક જ શાંતરસપિંડ જો.....
પરભાવોથી છૂટી આવી આત્મમાં,
લીધો એણે આનંદમય નિજ સ્વાદ જો...
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મની...
મને જ્યારે સ્વાનુભૂતિ જાગી તે સોનગઢમાં જાગી; એના
પહેલાં આગલે દિવસે મેં એક અત્યંત વિશિષ્ટ સાધક જીવોનો
પ્રસંગ દેખેલો, તે પ્રસંગ ઉપરથી મને સ્વાનુભૂતિ જાગી..
૨૦૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન