ધર્મમાતાઓનો મારા ઉપર અચિંત્ય – અપૂર્વ – કલ્પનાતીત ઘણો
જ ઘણો ઉપકાર છે; જેવો તીર્થંકરોનો ઉપકાર.....એવો જ એ
માતાઓનો મારા ઉપર પરમ અચિંત્ય ઉપકાર; એમનું પરમ
વાત્સલ્ય, મને સ્વાનુભૂતિ પામવામાં ખરેખર કારણરુપ થયું છે.
એવી એ ચેતનવંતી માતાઓને, એવા એ ચેતનવંતા જીવોના
સાધકભાવને દેખીને મને પણ મારી ચેતના જાગી ઊઠી.....ને
આરાધક ભાવ પ્રગટયો.
ભિન્નપણે કેવા જુદા જુદા કામ કરી રહ્યા છે
ભિન્નપણું, એવું જ અત્યંત ભિન્નપણું – ચેતનાનું અને કષાયનું,
મને મારા આત્મામાં પણ અત્યંત સ્પષ્ટ, વેદનપૂર્વક દેખાયું, એટલે
કે કષાયોથી ભિન્ન ઉપયોગ થયો અને પોતાના ચૈતન્યરસમાં મગ્ન
થઈને પોતે પોતાની સ્વાનુભૂતિ કરી લીધી.
સ્વાનુભૂતિ થવાના ટાણે ચેતના અને કષાયની ભિન્નતા દેખાણી –
સ્પષ્ટ દેખાણી, એના જોરે અંતરમાં સ્વાનુભૂતિનું વેદન કર્યું; ત્યારે
ચેતનાએ બાહ્ય ભાવોને તો સાવ છોડી દીધા હતા; એકલા
ચૈતન્યરસમાં લીન થઈ, ચેતના પોતે એકલા ચૈતન્યરસરુપે જ
પરિણમીને, પોતે પોતાનું સ્વસંવેદન કરતી – કરતી, પોતાના
એકલા શાંતરસના પિંડને જ પોતે ગ્રહણ કર્યો; અને એ સિવાયના,
જે શાંતરસમાં સમાઈ ન શકે એવા, સમસ્ત પર ભાવોને તેણે
અત્યંતપણે પોતાનાથી બહાર રાખ્યા, – તેનાથી પોતે સર્વથા જુદી