ચેતના, ધર્માત્મા સાધક જીવોને હોય એવી એ ચેતના, – અહો
પામ્યો આશીષ પ્રભુની હું સાક્ષાત જો;
જ્ઞાનદર્પણમાં દીઠો નીકટ મોક્ષને,
અહો પ્રભો
સાક્ષાત્ પ્રત્યક્ષ દેખ્યું. આપની સર્વજ્ઞતામાં મારો મોક્ષ દેખાય છે
એવું મને જ્યારે અંતરથી ‘એક જાત’નું ભાન થયું ત્યારથી મને
સર્વજ્ઞતા પ્રત્યે કોઈ પરમ અચિંત્ય બહુમાન આવ્યું; મારી મુક્તિનો
વિશ્વાસ અંદરથી આવ્યો અને મારા પ્રયત્નમાં ભેદજ્ઞાનની દિશા
ખુલવા માંડી.
આશીષ આપ્યા.....કેમકે આપનું જ્ઞાન મારી મુક્તિને, મારી
સ્વાનુભૂતિને સાક્ષાત્ દેખી રહ્યું છે, તેથી એ સાક્ષાત્ જ્ઞાનદ્વારા, એ
સાક્ષાત્ જ્ઞાનની પ્રતીત દ્વારા મને આપના આશીર્વાદ જ મળ્યા છે.
આપે આપના જ્ઞાનદર્પણમાં મારો મોક્ષ દેખેલો છે; જે જ્ઞાનદર્પણમાં