Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 205 of 237
PDF/HTML Page 218 of 250

 

background image
આપ મારા મોક્ષને દેખી રહ્યા છો તે જ્ઞાનદર્પણની મેં પ્રતીત કરી છે
– તેથી હે નાથ
! આપનું જ્ઞાન, અને એ જ્ઞાનની પ્રતીત કરનારું
મારું જ્ઞાન પણ માંગળિક છે, તે જ્ઞાન કલ્યાણરુપ છે. આપનું જ્ઞાન
ઉત્કૃષ્ટ મંગળરુપ છે, મારું જ્ઞાન પણ તેવું જ, ભલે આપના કરતાં
નાનું પણ જાતિમાં આપના જેવું જ, મંગળરુપ છે.
અહો પ્રભો! આપ સુવર્ણપુરીમાં બિરાજી રહ્યા છો. આપના
ચરણોમાં વરસોથી રહીને મેં આપની સેવા કરી છે, આપની
ઓળખાણ કરી છે; અને હવે આપની સેવાનું સમ્યક્ ફળ પણ મને
મળી ચૂક્યું છે. અહો પ્રભો
! આપના ઉપકારની શી વાત કરું!
પૂજ્ય બેનશ્રીના જાતિસ્મરણ જ્ઞાન દ્વારા મને આપનો
સાક્ષાત્કાર થયેલો છે; મને એ જાતિસ્મરણના ભાવો સીધા પૂજ્ય
બેનશ્રી પાસેથી પ્રાપ્ત થયા છે; પૂજ્ય બેનશ્રી ચંપાબેન, મારા
ભગવતી ઉપકારી માતા, તેમની પરમ કૃપાથી, પરમ પ્રસન્નતાથી,
હે પ્રભો
! મને આપનો લગભગ સાક્ષાત્કાર જ થયો છે.....એમ મને
આપના પ્રત્યે પરમ ભક્તિભાવ જાગે છે. આપના સ્વરુપનો પરમ
વિશ્વાસ, – આપના સ્વરુપની પરમ ઓળખાણ, આપનું
સમવસરણ, કુંદકુંદ સ્વામીની આપના પ્રત્યેની ભક્તિ, ત્યાં વસતા
ધર્માત્મા જીવો – એ બધુંય સાક્ષાત્કાર – પ્રતીતરુપ થાય છે; અને
એ પ્રસંગનો – એટલે કે જાતિસ્મરણ જ્ઞાન દ્વારા મને આપની જે
પ્રકારે પ્રાપ્તિ થઈ તે પ્રસંગનો પણ, – મારા ઉપર, મારા જીવનમાં
ધર્મની આરાધના કરવા માટે, મને ઘણો જ ઉપકાર થયો છે.
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૨૦૫