Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 47.

< Previous Page   Next Page >


Page 206 of 237
PDF/HTML Page 219 of 250

 

background image
(૪૭)
નમું નમું હું સ્વાનુભૂતિવંત સંત સૌ,
કુંદકુંદ ને કહાન ગુરુ – પ્રત્યક્ષ જો;
આતમદેવ તમે તો અતિઅતિ શોભતા,
ઝટ ઝટ બસ
! બની જશો ભગવંત જો.....
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મમાં
આ ‘સ્વાનુભૂતિ – પ્રકાશ’ની રચના પૂરી કરતાં, અહો
સ્વાનુભૂતિવંતા સર્વે સંતો, જગતમાં બિરાજમાન સર્વ સ્વાનુભૂતિવંત
સાધર્મી સંત – ધર્માત્માઓ, હું તમને નમસ્કાર કરું છું.....જેવા
નમસ્કાર કુંદકુંદ સ્વામીએ પ્રવચનસારના મંગલાચરણમાં
પંચપરમેષ્ઠી ભગવંતોને કર્યા છે તેવા જ નમસ્કાર હે સ્વાનુભૂતિવંતા
સંતો
! હું પણ તમને કરું છું.
વિશેષ પ્રકારે હે કુંદકુંદસ્વામી! આપનો પરમ ઉપકાર છે.
આપનું સમયસાર અને આપની વાણી, આપનું જીવન અને આપનું
વિદેહગમન – એ બધુંય આ જીવને પરમ ઉપકારભૂત થયેલ છે.
સ્વાનુભૂતિનું પરમ સ્પષ્ટ સ્વરુપ આપે સમયસારમાં જે રીતે
સમજાવ્યું છે તે સમયસારની સ્વાધ્યાય કરતાં – કરતાં, મેં
સ્વાનુભૂતિના લક્ષે સમયસારની ૧૦૦ વખત સ્વાધ્યાય શરુ કરેલી,
૧૦૦ વખતની સ્વાધ્યાય અંતરના ઊંડા મંથનપૂર્વક કરતાં – કરતાં,
જ્યારે ૩૫ મી વખત હું સમયસારની સ્વાધ્યાય કરતો હતો અને
તેમાં દેહાદિકથી ભિન્ન ચૈતન્યસ્વરુપ આત્મઅનુભૂતિનું વર્ણન
(ગા. ૨૩ – ૨૪ – ૨૫ માં) ચાલતું હતું કે હે જીવ
! તું પ્રસન્ન
થઈને તારા આત્માને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરુપે અનુભવમાં લે –
એવું અનુભૂતિનું વર્ણન ચાલતું હતું, તે વાંચ્યું તે લગભગમાં મને
સ્વાનુભૂતિ થઈ. આપના સમયસારના ભાવોનું ઘોલન હે
૨૦૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન