Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 207 of 237
PDF/HTML Page 220 of 250

 

background image
કુંદકુંદસ્વામી! મને સ્વાનુભૂતિમાં પરમ ઉપકારભૂત થયું છે.
સ્વાનુભૂતિ પછી પણ આપના સમયસારની પરમ સ્વાધ્યાય ચાલુ છે
અને ૧૦૦ વખત મારે તેની સ્વાધ્યાય કરવાની ઉત્તમ ભાવના છે.
તેમાં અત્યારે સમયસારની સ્વાધ્યાય કુલ ૭૦ મી વખત ચાલી રહી
છે, એટલે કે સ્વાનુભૂતિ થયા પછી ૩૬ મી વખત એની સ્વાધ્યાય
ચાલી રહી છે. આ પહેલાં મેં ૩૪ વખત એની સ્વાધ્યાય પૂરી કરી
હતી, અને આ બધાની પ્રાપ્તિ મને થઈ તે કહાનગુરુના પ્રતાપે થઈ
છે. આવા કુંદકુંદ પ્રભુ મળ્યા, આવા પૂજ્ય ધર્મમાતા મળ્યા, આવા
આત્માની સ્વાનુભૂતિ મળી અને આવું સમયસાર મળ્યું...એ બધો
ઉપકાર ભાવિ તીર્થંકર કહાન ગુરુદેવનો છે....તેથી હે
કુંદકુંદસ્વામી
! હે ગુરુદેવ
! આપને સૌને હું પરમ ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું. મારી સ્વાનુભૂતિના આનંદના અવસરે પરમ
ભક્તિપૂર્વક હું આપને નમસ્કાર કરું છું. અને –
ઓ મારા વ્હાલા આતમદેવ! તમે તો સ્વાનુભૂતિથી અતિ
અતિ શોભી રહ્યા છો. વાહ રે વાહ, આતમદેવ! તમે તો મારું
જીવન, મારા પ્રાણ, મારું સર્વસ્વ તમે જ છો. હું પોતે જ
આતમદેવ, હું પોતે જ મારી સ્વાનુભૂતિથી શોભતો, હું પોતે મને
નમસ્કાર કરું તો – તો ભેદ પડી જાય છે. હું મારામાં નમેલો
નમસ્કારસ્વરુપ જ છું; મારી પરિણતિ કે જે મારા સ્વરુપમાં જ
નમેલી છે – તેમાં, ‘આ હું’ અને ‘આ મારી પરિણતિ’ એવું દ્વૈત
સ્વાનુભૂતિમાં નથી – નથી. માટે અદ્વૈતરુપ, સ્વાનુભૂતિમાં જે અદ્વૈત
છે એવો હું આતમદેવ, અહો
! ધન્ય છું.....અને મારી સ્વાનુભૂતિથી
મારા સ્વરુપમાં અત્યંતપણે શોભી રહ્યો છું.
વાહ રે વાહ, આત્મભગવાન! હવે આવી સ્વાનુભૂતિના
પ્રતાપે તમે તો ઝટઝટ પરમ સુખમય મોક્ષપદ પામશો, અને
મહાવીર ભગવાન જેવા સાક્ષાત ભગવાન બની જશો.
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૨૦૭