Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 208 of 237
PDF/HTML Page 221 of 250

 

background image
આત્મદેવ ભગવંતકી જય હો.઼
નેમિનાથ ભગવંતકી જય હો.
ગિરનાર મંગલ તીર્થકી જય હો.
આ રચનાની ગિરનારમાં બેઠાબેઠા સમાપ્તિ થઈ છે તેથી
નેમનાથ ભગવાનના અને ગિરનારતીર્થના જયકાર કર્યા; અને
મહાવીર ભગવાનના શાસનમાં હું આ સ્વાનુભૂતિ પામ્યો
છું.....તેથી –
અહો, મહાવીર ભગવાન! આપનો જય હો....જય હો.
આ સ્વાનુભૂતિ – પ્રકાશ મંગલ કાવ્યની અંતિમ ૧૨ કડી
ગિરનાર મંગલ તીર્થમાં બેઠાબેઠા વીર સં. ૨૪૯૯ના જેઠ સુદ ત્રીજે
પૂરી કરી; અને આખા કાવ્યના ભાવાર્થનું આલેખન સોનગઢમાં વીર
સં. ૨૫૦૧ માં કર્યું.
શ્રી ધરસેન ભગવાન પ્રસન્ન હો.
શ્રી કુંદકુંદ ભગવાન પ્રસન્ન હો.
શ્રી કહાન – મંગલદેવ પ્રસન્ન હો.
અહો, સર્વ સમાધાનરુપ સ્વાનુભૂતિ! જ્યાં તું છો ત્યાં હવે
અશાંતિ કેવી? ત્રણ લોકમાં સર્વ પ્રસંગમાં સમાધાન કરવાની
સ્વાનુભૂતિમાં અજબ તાકાત છે. આ સ્વાનુભૂતિ દેવી, અહો! એને
કોણ ડગાવી શકે? હે સ્વાનુભૂતિ દેવી! તું મંગળરુપ છો.....તારા
પ્રતાપે મારો આખોય આત્મા મંગળરુપ છે.
જય હો મંગલ સ્વાનુભૂતિનો.
સ્વાનુભૂતિથી શોભતા આત્માનો જય હો.....જય હો.....
૨૦૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન