Samyak Darshan Part 7 8 (Gujarati). Parmarthrup Aatma (Aling-grahanna Arthna Adhare).

< Previous Page   Next Page >


Page 209 of 237
PDF/HTML Page 222 of 250

 

background image
‘અલિંગગ્રહણ’ના ૨૦ અર્થથી બતાવેલ, સ્વસંવેદનગમ્ય
પરમાર્થરુપ આત્મા
તેને હે ભવ્ય ! તું અનુભવમાં લે
દેહાદિથી ભિન્ન, તેમજ રાગાદિથી ભિન્ન પરમાર્થસ્વરુપ
આત્મા કેવો છે? તે બતાવતાં કુંદકુંદસ્વામી કહે છે કે :
ચેતનાગુણસ્વરુપ જીવ છે, તે રસ-રુપ-ગંધ-શબ્દ-સ્પર્શ-રહિત
છે, ઇંદ્રિયગમ્ય ચિહ્નોથી તે જણાય તેવો નથી, તેથી
અલિંગગ્રાહ્ય છે. આચાર્યદેવે ગાથામાં તેને
अलिंगग्रहणं કહ્યો છે,
તેમાંથી ટીકામાં ૨૦ અર્થોનું દોહન કરીને અમૃતચંદ્રાચાર્યે
પરમાર્થસ્વરુપ શુદ્ધઆત્માનું સ્વરુપ સ્પષ્ટ કર્યું છે. આ ગાથા
પ્રવચનસાર ઉપરાંત સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય,
અષ્ટપ્રાભૃત તેમજ ષટ્ખંડાગમની ટીકા વગેરેમાં પણ છે. આ
ગાથા પૂ. કાનજીસ્વામીને અતિશય પ્રિય હતી. તેના
અલિંગગ્રહણના ૨૦ અર્થો અહીં ટૂંકમાં આપ્યાં છે. તેના દ્વારા
હે ભવ્ય
! સ્વસંવેદ્ય તારા શુદ્ધાત્માને તું જાણ... પરમાર્થરુપ
આત્માને અનુભવમાં લે.
(૧) હું ચેતનાસ્વરુપ આત્મા છું; જાણવા માટે મારી ચેતનાને
ઇંદ્રિયોનો સંબંધ નથી. ઇંદ્રિયો વગર જાણું એવો અતીન્દ્રિય
જ્ઞાનમય હું છું.
(૨) હું અમૂર્ત – અતીન્દ્રિય જ્ઞાનરુપ છું. માત્ર મૂર્તને જાણનારું
બિચારું ઇન્દ્રિયના સંબંધવાળું જ્ઞાન, અતીન્દ્રિય એવા મને
ક્યાંથી જાણી શકે
? અતીન્દ્રિયજ્ઞાન જ મને જાણી શકે છે.
(૩) હું અતીન્દ્રિય – ચૈતન્યરુપ છું તેથી, મારાં સર્વે ચિહ્નો પણ
ચૈતન્યમય છે.....અતીન્દ્રિય છે. ઇન્દ્રિયોવડે દેખાતાં કોઈ
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૦૯