મૂર્તચિહ્નો વડે હું પકડાઉં તેવો નથી.
(૪) આત્માને પ્રત્યક્ષ કર્યા વગર, એકલા જ અનુમાનથી કોઈ
મને જાણી શકે નહીં. મારા અદ્ભુત સ્વરુપને જે ઓળખે તે
પોતાના સ્વરુપને પ્રત્યક્ષ જાણતો જ હોય.
(૫) સ્વસંવેદન વડે પ્રત્યક્ષ કરેલા મારા ચૈતન્યસ્વરુપ આત્માને
સાથે રાખીને જ હું પરને જાણું છું. પરને જાણતાં સ્વને ભૂલી
જતો નથી; એટલે એકાંત પરોક્ષ, પરપ્રકાશી હું નથી.
(૬) હું પ્રત્યક્ષ – જ્ઞાતા છું. મારા સ્વસંવેદનમાં ઇન્દ્રિય – મનનું
આલંબન નથી. ઇન્દ્રિયો અને અનુમાન વગર જ મારું જ્ઞાન
મને તો સ્વસંવેદનથી અનુભવે છે. મારું આ
સ્વસંવેદન.....પ્રત્યક્ષ છે.
(૭) મારો ઉપયોગ મારા ચૈતન્યને અનુસરનારો છે. ઉપયોગને
બહારમાં ન ભમાવું તોપણ મારું ચૈતન્યપરિણમન તો ચાલુ
જ રહે છે.....માટે – મારું ચૈતન્યપણું બાહ્યપદાર્થોને
અવલંબનારું નથી; સ્વાધીનપણે હું ચૈતન્ય છું.
(૮) હું સ્વયં ઉપયોગસ્વરુપ હોવાથી, મારા જ્ઞાનને મારે ક્યાંય
બહારથી લાવવાનું નથી. શું જડ – પુદ્ગલને બહારના
જ્ઞાનવડે કદી ચેતનરુપ કરી શકાય છે? – ના....તેનો
સ્વભાવ ચેતન નથી. હું તો સ્વભાવથી જ ચેતન છું. મારું
ચેતનપણું ક્યાંય બહારથી આવેલું નથી.
(૯) અભેદપણે સ્વયં ઉપયોગસ્વરુપ હું છું. મારા ચેતનપણાને
કોઈ મટાડી શકે નહિ. શું અમૂર્ત આકાશને કોઈ મૂર્ત કરી
શકે? શું મૂર્તપુદ્ગલને કોઈ અમૂર્ત કરી શકે? – ના. તેમ
ચેતનમય એવા મને કદી અચેતનરુપ કોઈ કરી શકે નહિ.
મારા જ્ઞાનપરિણામને કોઈ હરી શકે નહિ.
૨૧૦ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન