Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 211 of 237
PDF/HTML Page 224 of 250

 

background image
(૧૦) મારું ચેતનપણું કષાયકલંક વગરનું શુદ્ધ છે. જ્યાં હું
ચેતનનો સ્વાદ લઉં છું ત્યાં કષાયો શાંત થઈ જાય છે; જ્યાં
કષાયો શાંત થાય છે ત્યાં ચૈતન્ય – આત્મા ઝળકી ઊઠે છે.
આ રીતે કષાયને અને મારા ચૈતન્યને એકતા નથી,
વિરુદ્ધતા છે; માટે કષાય વગરના શુદ્ધ ચૈતન્યસ્વાદપણે
વેદાતો જ હું છું.
(૧૧) કષાયરહિત મારા ચેતનભાવમાં કર્મનો સ્પર્શ નથી. કર્મ-
ગ્રહણનું કારણ કષાય છે, મારો ચેતનભાવ કર્મને ગ્રહતો
નથી. કર્મગ્રહણમાં જે ભાવ નિમિત્ત થાય તે મારા ચેતનથી
ભિન્ન છે. સ્વભાવમાં તન્મય એવું મારું ચેતનત્વ બીજા
કોઈ સાથે સંબંધ કરતું નથી.
(૧૨) જેને પરસાથે સંબંધ જ નથી એવો મારો અતીન્દ્રિય –
આત્મા, તે બાહ્ય ઇન્દ્રિયવિષયોને કઈ રીતે ભોગવે?
ઇન્દ્રિયસંબંધ તોડીને હું તો મારા અતીન્દ્રિય આનંદનો જ
ભોક્તા છું, અતીન્દ્રિય ઉપયોગ સાથે અતીન્દ્રિયઆનંદ જ
હોય.....દુઃખ ન હોય, તેથી વિષયો પણ ન હોય.
(૧૩) ઉપયોગ વડે જીવંત એવો હું – આત્મા, કાંઈ શરીર –
ઇન્દ્રિયો વડે જીવતો નથી; શરીર કે ઇન્દ્રિયો તે કાંઈ મારું
લક્ષણ નથી. માતાના ઉદરમાં જેની રચના થઈ તે હું નહીં;
માતાના પેટમાં કાંઈ મારી રચના નથી થઈ. હું તો અજન્મ
છું, અનાદિ ચૈતન્યરુપ છું. શરીર – ઇન્દ્રિયોની રચના તે
કાંઈ મારું જીવન નથી; મારું જીવત્વ તો સ્વયં મારી ચેતના
વડે જ મેં ત્રિકાળ ધારણ કરેલું છે.
(૧૪) મારું ચેતનપણું કોઈ અમુક જ આકારવાળું નથી; એટલે
કોઈ લૌકિક સાધન વડે સિદ્ધિ થાય એવો મારો આત્મા
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૧