ચૈતન્યશરીરરુપ ભાવઆકાર તે હું છું.
લોકમાં વ્યાપ્ત હોય તેને જ પરમેશ્વરપણું હોય – એવી
મિથ્યામાન્યતા મારા ચૈતન્યપ્રભુને લાગુ પડતી નથી.
મર્યાદિત ક્ષેત્રમાં રહીને પણ હું અમર્યાદિત
ચૈતન્યસામર્થ્યવાળો છું.
કોઈ વિકાર નથી. આ રીતે મારું અતીન્દ્રિયપણું દ્રવ્ય –
ભાવવેદ વગરનું છે. અહા, મારો ચૈતન્યભાવ કેવો
નિર્વિકારપણે શોભે છે
બાહ્યચિહ્નોને દેખવાથી કાંઈ અતીન્દ્રિય આત્મા દેખાતો
નથી. અતીન્દ્રિયઆત્મા પોતાના અતીન્દ્રિય ચૈતન્યભાવોને
જ ગ્રહે છે, બીજા કોઈને ગ્રહતો નથી.
પર્યાય એવા ત્રણ કટકા કરીને ‘ગુણ તે હું’ એવા ભેદના
વેદનથી આત્માનું ગ્રહણ ( – અનુભવન) થતું નથી.
ચૈતન્યચિહ્નરુપ પરમ પદાર્થના વેદનમાં તે ગુણો સમાઈ
જાય છે ખરા, પણ ‘આ ગુણ’ એવો ભેદ તેમાં રહેતો નથી.