Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 213 of 237
PDF/HTML Page 226 of 250

 

background image
એવો આત્મા, તે કોઈ એક પર્યાયરુપે અનુભવમાં નથી
આવતો, કેમકે આત્મામાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાય એક
સાથે છે, તે ત્રણસ્વરુપે અખંડ આત્મા શુદ્ધપણે એક
અનુભવાય છે. શુદ્ધપર્યાય તેની અંદર સમાઈ જાય છે પણ
શુદ્ધાત્માના અનુભવમાં ‘આ પર્યાય’ એવો ભેદ રહેતો નથી.
(૨૦) ગુણ – પર્યાય વગર ‘સામાન્યમાત્ર દ્રવ્ય હું’ – એવા
ભેદના લક્ષે પણ પરમાર્થસ્વરુપ આત્મા અનુભવમાં આવતો
નથી, તેથી ‘દ્રવ્યથી અનાલિંગીત’ કહ્યો. અનુભૂતિમાં
શુદ્ધપર્યાય દ્રવ્યની સાથે અભેદપણે વર્તે જ છે. દ્રવ્ય –
પર્યાયની ભિન્ન – ભિન્ન અનુભૂતિથી આત્મા અનુભવાતો
નથી. આ રીતે શુદ્ધપર્યાય સહિત શુદ્ધદ્રવ્યરુપે મને મારો
સ્વાનુભવ થાય છે. (આ છેલ્લા ત્રણ બોલમાં ગુણ – પર્યાય
અને દ્રવ્ય એવા ત્રણ ભેદના વિકલ્પથી પાર,
અભેદઆત્માની અનુભૂતિ બતાવી છે.)
આ રીતે ‘અલિંગગ્રહણ’ ના ૨૦ અર્થ દ્વારા શુદ્ધઆત્મા
બતાવ્યો છે. હે ભવ્ય! આવા આત્માને તું જાણ.
વીતરાગીસંતોના અનુભવમાંથી નીકળેલું આ રહસ્ય છે.
તેણે મારા પરમાર્થસ્વરુપને પ્રસિદ્ધ કર્યું છે.
સમયસારમાં આ ગાથાની ટીકામાં કહે છે કે : સ્વસંવેદ્ય
પોતાના ચેતનાગુણવડે જીવ સદા અંતરંગમાં પ્રકાશમાન છે, તે
ચેતનાએ પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એટલે કે
ચેતનાથી લક્ષિત સંપૂર્ણ જીવસ્વભાવને ભેદજ્ઞાની જીવો સ્વસંવેદનથી
અનુભવે છે. આચાર્યદેવ કહે છે કે હે મુમુક્ષુ
! તારા આવા જીવને,
તારા સ્વાનુભવથી તું જાણ.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૩