Samyak Darshan Part 7 8 (Gujarati). He Bhavya Tu aa Aatmani Anubhuti Kar.

< Previous Page   Next Page >


Page 214 of 237
PDF/HTML Page 227 of 250

 

background image
હે ભવ્ય !
તું આત્માની અનુભૂતિ કર
‘જ્ઞાનચેતના’ માં જેનું સર્વસ્વ સમાય છે અને પોતાની
ચેતનાના સ્વસંવેદન વડે જે અનુભવમાં આવે છે એવો આનંદ-
સ્વરુપ આત્મા શ્રી કુંદકુંદસ્વામીએ અનુગ્રહપૂર્વક પોતાના સર્વે
શાસ્ત્રોમાં બતાવ્યો છે તેને હે ભવ્ય
! અતીન્દ્રિયજ્ઞાનવડે તું જાણ!
આત્માની ‘ચેતના’ના સ્વાદમાં જડના રસ – રુપનો કે રાગ-
દ્વેષનો સ્વાદ આવતો નથી, તે સ્વયમેવ આનંદસમ્પન્ન છે. તેને
પોતાના આનંદનો સ્વાદ લેવામાં કોઈ રાગની, ઇન્દ્રિયોની કે
બાહ્યવિષયોની સહાય લેવી પડતી નથી. હે ભવ્ય
! તારા આત્માનું
આવું સ્વરુપ જાણતાં તું પોતે અતીન્દ્રિય થઈને પોતાને પરમ
આનંદરુપે અનુભવીશ.
હે આત્મશોધક! અતીન્દ્રિયજ્ઞાનથી તું પોતાને જાણ. આંખ
વગર જે બધાનો જાણનાર છે એને તું શોધી કાઢ. તારું સ્વતત્ત્વ
અતીન્દ્રિય – ચૈતન્યચિહ્નરુપ છે તેને તેં અત્યાર સુધી ન જાણ્યું; અને
‘જે ઇન્દ્રિયોથી જાણે તે જ જીવ, જે ઇન્દ્રિયોથી દેખાય છે તે જ જીવ’
– એમ આત્માને ઇન્દ્રિયગમ્ય જ માન્યો; તેથી સર્વજ્ઞ – મુનિ –
સમ્યગ્દ્રષ્ટિ વગેરે અતીન્દ્રિય ભાવવાળા આત્માઓને સાચા સ્વરુપે તું
ઓળખી ન શક્યો, તેઓને પણ તેં ઇન્દ્રિયગમ્ય માની લીધા. આ રીતે
તેં ન તારા શુદ્ધાત્માને જાણ્યો, ન અરિહંતાદિને જાણ્યા.
હવે તારે સાચા સ્વરુપે આત્માને જાણવો હોય ને અરિહંત-
સિદ્ધ વગેરેને સાચા સ્વરુપે ઓળખવા હોય, તો વચ્ચેથી ઇન્દ્રિયો
તથા રાગને કાઢી નાંખીને, અતીન્દ્રિય ચેતના વડે આત્માને
અનુભવમાં લે.
૨૧૪ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન