આત્મા સ્વયં જ્ઞાન છે, તો પછી વચ્ચે ઇન્દ્રિયોને કે રાગને શા
માટે ઘૂસાડે છે? એકવાર ઇન્દ્રિયોને તથા રાગને વચ્ચેથી એકકોર
રાખીને તું જો, કે તને જ્ઞાન થાય છે કે નહીં? – જરુર થાય છે.
બસ, ઇન્દ્રિયો અને રાગ વગર તે જ્ઞાન જેનાથી થાય છે તે જ તું
પરમાર્થ – આત્મા છો. તારી જ્ઞાનચેતના આત્મા સાથે તન્મય છે,
ઇન્દ્રિયો સાથે કે રાગ સાથે નહીં.
અહો, આત્માનું સ્વરુપ એટલું મહાન, એટલું સુંદર ને એટલું
આનંદમય છે કે તેને જાણનારું જ્ઞાન પણ તેમાં તન્મય થઈને
અતીન્દ્રિય આનંદરુપ થયું છે. અતીન્દ્રિય મહાન વીતરાગતા વડે સુંદર
અને આનંદરસમાં તરબોળ જ્ઞાન જ આત્માને જાણી – અનુભવી શકે
છે. ઇન્દ્રિયવાળું – તુચ્છ – આકુળવ્યાકુળ – મલિનજ્ઞાન મહા સુંદર
આત્માને ક્યાંથી જાણી શકે? અતીન્દ્રિય – જ્ઞાન વડે અત્યારે જ અહીં
અશરીરી – આનંદનો અનુભવ થઈ શકે છે.
કોઈ કહે કે અમે સામા સમ્યગ્દ્રષ્ટિ જીવને કે સર્વજ્ઞને
ઓળખી લીધા, તેમનો સ્વાનુભવ ને અતીન્દ્રિય આનંદ કેવો છે તે
જાણી લીધું!
તો અમે તેને પૂછીએ છીએ કે હે ભાઈ! તેં કઈ રીતે તેમને
ઓળખ્યા? કઈ નિશાની વડે તેં તેમને ઓળખ્યા? તારા કયા જ્ઞાન
વડે તેં તેમને ઓળખ્યા? બહારમાં ઇન્દ્રિયગમ્ય તો એવું કોઈ
ચિહ્ન નથી કે જેનાથી સમ્યગ્દ્રષ્ટિ કે સમ્યગ્દર્શન ઓળખાય; –
કેમકે તે તો અતીન્દ્રિય છે. અતીન્દ્રિય વસ્તુને માટે તું એમ કહે કે
મારા ઇન્દ્રિયજ્ઞાનવડે મેં તેને ઓળખી લીધી, – તો એ તારી
ભ્રમણા છે. હવે જો તું એમ કહેતો હો કે મેં તેમને અતીન્દ્રિય જ્ઞાન
વડે ઓળખ્યા.....તો, શું તને અતીન્દ્રિય જ્ઞાન થયું છે? અતીન્દ્રિય
– સમ્યગ્જ્ઞાનમાં તો પોતાના આત્માની અનુભૂતિ હોય જ.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૫