જાણવા ઉત્સુક થાય છે ત્યાં ઇન્દ્રિયોના સંબંધને દૂર કરીને તે જ્ઞાન
પોતાના અતીન્દ્રિય સ્વભાવપણે ખીલી જાય છે ને પોતાના મહાન –
અતીન્દ્રિય – આત્મસ્વભાવને અનુભવી લ્યે છે, તે અતીન્દ્રિયજ્ઞાન
પોતે આત્મા જ છે.
જે અદ્ભુત આત્મસ્વરુપ પ્રકાશ્યું છે, તેનો સાર હમણાં
આપે વાંચ્યો. તેના ઉપર ગુરુદેવના સ્વાનુભૂતિપ્રધાન
પ્રવચનો સાંભળતાં જે ઉર્મિ જાગી તે આ ‘આત્મવસ્તુ-
સ્તવન’માં કાવ્યરુપે વ્યક્ત કરી છે. (બ્ર. હ. જૈન)