Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 217 of 237
PDF/HTML Page 230 of 250

 

background image
(મંગલ દોહા)
વંદું શ્રી વીરનાથને, સાધ્યું આત્મસ્વરુપ;
ઇન્દ્રિયતીત અખંડ ને અદ્ભુત આનંદરુપ.
નમું છું જિનવચનને ભાખે આત્મસ્વરુપ,
શુદ્ધઉપયોગ – પ્રકાશથી જાણ્યું આત્મસ્વરુપ.
પરમ રુપ નિજઆત્મનું, દેહાદિકથી પાર,
ચેતનચિહ્ને ગ્રાહ્ય છે, પર લિંગોથી પાર.
(રાગ : હરિગીત જેવો)
અદ્ભુત આત્મસ્વરુપને પ્રભુ કુંદકુંદ – પ્રકાશતા,
અમૃતસ્વામી હૃદયખોલી પરમ અમૃત રેડતા;
સ્વાનુભૂતિમાં આવતો તે આત્મ આનંદમય અહો,
ભવિ જીવ સૂણતાં સાર તેનો શુદ્ધ સમકિતને લહો.
છે ચેતનાગુણ, ગંધ – રુપ – રસ – શબ્દ વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને;
નથી રુપ કોઈ જીવમાં તેથી ન દીસે નેત્રથી,
વળી રસ પણ જીવને નહિ તેથી ન દીસે જીભથી.
જીવ શબ્દવંત નથી અરે, તેથી ન દીસે કાનથી,
નથી સ્પર્શ જીવમાં કોઈ તેથી ગ્રાહ્ય છે ના હસ્તથી.
વળી ગંધ જીવમાં છે નહિ તેથી ન આવે નાકમાં,
છે ઇન્દ્રિયોથી પાર તે આવે ન ઇન્દ્રિયજ્ઞાનમાં.
અસંખ્ય – દેશી આત્મ છે, સંસ્થાન કો નિશ્ચિત નહીં;
નિજચેતનાથી શોભતો બસ
! એ જ લક્ષણ છે સહી.
નિજચેતનાને અન્ય કોઈ સાથ સંબંધ છે નહિ,
બસ, દ્રવ્ય – ગુણ – પર્યયસ્વરુપે શોભતો નિજમાં રહી.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૭