હવે વીસ બોલો સાંભળો! અલિંગગ્રહણ આત્મના,
એ જાણવાનું ફળ થશે સ્વાનુભૂતિ નિજઆત્મમાં.
૧. જ્ઞાયક આતમરામ છે તે જાણતો નથી ઇંદ્રિથી,઼
એ તો અતીન્દ્રિય જ્ઞાનમય છે કેમ જાણે ઇંદ્રિથી?
૨. ઇન્દ્રિયવશ જે જ્ઞાન છે તે આત્મને કદી નવ ગ્રહે,
છે ઇંદ્રિયોથી પાર જીવ તે અક્ષ – પ્રત્યક્ષ કેમ બને?
૩. ઇન્દ્રિયોના ચિહ્નથી અનુમાન થાય ન આત્મનું;
અનુમાન ઇન્દ્રિયદ્વારથી તો માત્ર રુપી પદાર્થનું.
૪. સંવેદ્યરુપ નિજઆતમા, અનુમાનથી તે પાર છે;
કોઈ માત્ર અનુમાને કરી નહીં જીવને જાણી શકે.
૫. પ્રત્યક્ષગ્રાહી આતમા પરને ભલે તે જાણતો,
પણ માત્ર અનુમાને નહિ, પ્રત્યક્ષ પૂર્વક જાણતો.
૬. પ્રત્યક્ષજ્ઞાતા જીવ છે, ત્યાં લિંગનું શું કામ છે?
નથી લિંગ દ્વારા જાણતો, પ્રત્યક્ષજ્ઞાયક જીવ છે.
૭. ઉપયોગ સ્વાધીન આત્મનો સ્વયમેવ જાણે જ્ઞેયને,
અવલંબતો નથી અન્યને તેથી ગ્રહણ નહિ લિંગનું.
૮. ઉપયોગ તે નિજલિંગ છે, પોતે જ લિંગસ્વરુપ છે,
તે લાવતો નથી બાહ્યથી તેથી ન લિંગનું ગ્રહણ છે.
૯. ઉપયોગ લક્ષણ આત્મનું, નહીં કોઈ તેને હરી શકે,
અહાર્ય – જ્ઞાની આતમા બસ! તે જ સત્યસ્વરુપ છે.
૧૦. જેમ સૂર્યને નથી ગ્રહણ તેમ ન ગ્રહણ જાણો આત્મને,
ઉપયોગમાં ન મલિનતા, શુદ્ધોપયોગી જીવ છે.
૧૧. જે લિંગરુપ ઉપયોગ છે તે કર્મને ગ્રહતો નથી;
એ રીત કર્મ – અબદ્ધ જીવને જાણજો આ સૂત્રથી.
૨૧૮ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન
❈