Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 219 of 237
PDF/HTML Page 232 of 250

 

background image
૧૨. રે! ઇન્દ્રિયોથી વિષયભોગો જીવને હોતાં નથી,
તેથી ન ભોક્તા ભોગનો, – એ જાણજો નિશ્ચય થકી.
૧૩. મન – ઇન્દ્રિયરુપ કો લિંગથી નહિ જીવન છે આ જીવનું,
તેથી ન શુક્રાર્તવ ગ્રહે – એવો અગ્રાહી જીવ છે.
૧૪. કો શરીરના લિંગને અરે, આત્મા કદી ગ્રહતો નથી,
લૌકિક સાધનરુપ નહિ એવો અતીન્દ્રિય જીવ છે.
૧૫. લિંગરુપ કો સાધનોથી ન લોકવ્યાપી જીવ છે,
નથી સર્વવ્યાપી જીવ, એવું સત્ય સાબિત થાય છે.
૧૬. નથી ગ્રહણ કોઈ વેદનું – સ્ત્રી – પુરુષ આદિ ભાવનું,઼
તેથી નથી કો લિંગ જેને, – અલિંગ – ગ્રાહી જીવ છે.
૧૭. લિંગ કે’તા ધર્મચિહ્નો બાહ્યે જે સાધુતણાં,
નથી ગ્રહણ તેનું જીવમાં, તે ચેતનાથી બાહ્ય છે.
૧૮. ‘આ ગુણ’ એવા બોધથી નથી ગ્રહણ થાતું જીવનું;
ગુણભેદથી લક્ષિત નથી, બસ! શુદ્ધદ્રવ્ય જ જીવ છે.
૧૯. ‘પર્યાય’ એવા બોધથી નથી ગ્રહણ થાતું જીવનું,
પર્ય – ભેદથી લક્ષિત નથી, બસ! શુદ્ધદ્રવ્ય જ જીવ છે.
૨૦. આ ‘દ્રવ્ય’ એવા લક્ષણે નહિ ગ્રહણ સાચા જીવનું,
છે ‘શુદ્ધ પર્યય’ જીવ પોતે, – ભેદહીન તે જાણજો.
(ઉપસંહાર)
મુજ ચેતના અદ્ભુત અહો, નિજસ્વરુપમાં વ્યાપી રહી,
ઇન્દ્રિયોથી પાર થઈ નિજ – આત્મને દેખી રહી;
પ્રભુ કુંદ કુંદ – અમૃત – સ્વામી – ચરણમાં વંદી રહી,
આનંદ કરતી મસ્ત થઈ તે મોક્ષને સાધી રહી.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૯