Samyak Darshan Part 7 8 (Gujarati). Aatmahit Mate Swanubhavno Prayog.

< Previous Page   Next Page >


Page 221 of 237
PDF/HTML Page 234 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૧
❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈
આત્મહિત માટે સ્વાનુભવનો પ્રયોગ
c
મહાભાગ્યથી જિનશાસન પામીને હવે જે
જિજ્ઞાસુને પોતાનું કલ્યાણ કરવું હોય, અને
સંસારનાં ઘોર – દુઃખોથી છૂટવું હોય – તેણે શું
કરવું જોઈએ
? – તે બતાવીએ છીએ.
હે જીવ! પહેલાં તો એ શોધી લે કે આત્માની
શાંતિ કોણ પામ્યા છે? ને કઈ રીતે પામ્યા છે?
ભગવંત પંચપરમેષ્ઠીઓ સાચી શાંતિ પામ્યા
છે; અને તે આત્મજ્ઞાનસહિત વીતરાગભાવથી
પામ્યા છે; તેથી મારે પણ તેમને ઓળખીને એમ
કરવું જોઈએ.
આ રીતે પોતાના હિતનો માર્ગ નક્કી કરીને,
આત્માની લગનીથી દરરોજ તેને માટે અંદર પ્રયોગ
કર્યા કરવો જોઈએ. તે પ્રયોગ કઈ રીતે કરવો
? તે
અહીં કેટલુંક બતાવીએ છીએ.
જે પ્રયોગ વડે અમે સ્વાનુભૂતિને પામ્યા
છીએ – તેનો જ નમૂનો તમને બતાવીએ છીએ.