b પ્રયોગ પહેલો b
(૧) મારે પંચપરમેષ્ઠી ભગવંતોની સાથે રહેવું છે – કેમકે તેમનું
જીવન અત્યંત સુંદર અને સુખી છે.
(૨) પંચપરમેષ્ઠીની સાથે રહેવા માટે, સૌથી પહેલાં હું તેમના
સ્વરુપને ઓળખીશ.
(૩) અહો, આ ભગવંતોની ઓળખાણ કરતાં જ મારામાં પણ
કેવું અતીન્દ્રિય જ્ઞાન તથા પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો
છે!!
(૪) પંચપરમેષ્ઠીની સાથે રહેવાથી, એટલે કે તેમને મારા
અંતરમાં રાખવાથી, તેમનું અને મારું જીવન એક સરખું
થઈ જશે, – હું તેમના જેવો થઈ જઈશ.
પ્રયોગ :
આ સંબંધમાં વિચાર : ૩૦ મિનિટ : ધ્યાન ૧૦ મિનિટ
પ્રશ્ન : – આ પ્રયોગમાં ‘વિચાર’ અને ‘ધ્યાન’ બંને કરવાનું
કહ્યું, તો તે બંનેમાં શું ફેર છે?
ઉત્તર : – વિચારના વિષયમાં તો સ્વ – પર, સ્વભાવ –
વિભાવ બધાનો વિચાર કરીને ભેદજ્ઞાનની દ્રઢતા કરવાની છે, ને ‘હું
જ્ઞાયક છું.....અનંત ચૈતન્યસુખ મારામાં જ વેદાય છે’ ઇત્યાદિ
પ્રકારે એકલા સ્વતત્ત્વને જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન તે ધ્યાનનો
પ્રયોગ છે.....વિચારનું ફળ ધ્યાન છે ને ધ્યાનવડે સ્વાનુભવ થાય
છે.
૨૨૨ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન