Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 223 of 237
PDF/HTML Page 236 of 250

 

background image
b પ્રયોગ બીજો b
(૫) પંચપરમેષ્ઠીની સાથે રહેવાથી હવે હું મુમુક્ષુ થયો; હવે
કષાયોની અશાંતિમાં હું જીવી ન શકું; કોઈ પણ પ્રકારે હવે હું
પંચપરમેષ્ઠી જેવી શાંતિ મારામાંથી પ્રગટ કરીશ.
(૬) જ્યારે હું મારી અંદર મારા ચેતનને દેખવાનો પ્રયત્ન
કરું છું ત્યારે કષાયભાવો દૂરદૂર ભાગી જાય છે, અને એમ લાગે
છે કે જાણે પંચપરમેષ્ઠી આવીને મારા હૃદયમાં બેઠા છે, અને તેમની
સાથે હું પણ કોઈ અપૂર્વ શાંતિનું વેદન કરી રહ્યો છું.
(૭) હવે હું વિચારું છું કે આવી શાંતિ ક્યાંથી આવે છે? તો
મારું લક્ષ અંદરને અંદર ઊંડે ઊતરવા માંડે છે; અને અંદરથી
અવાજ સંભળાય છે કે ‘શાંતિ અહીં છે.....હું પોતે જ શાંતિથી
ભરેલો સમુદ્ર છું.’
(૮) હવે મને વિશ્વાસ જાગ્યો અને ખબર પડી કે મારામાં જ
શાંતિ છે. – આ કોઈના કહેવાથી નહીં. પરંતુ મારા આત્માના
અંદરના વેદનથી મને શાંતિ દેખાય છે. આ પહેલાં સંસારમાં ક્યાંય
કોઈપણ વસ્તુમાં આવી શાંતિ મેં કદી દેખી ન હતી.
(૯) બસ, હવે તો હું મારી શાંતિની પાછળ જ લાગ્યો
રહીશ, અને તેનો સાક્ષાત સ્વાદ લીધા વગર રહીશ નહીં.
(પ્રયોગ : વિચાર ૪૦ મિનિટ : ધ્યાન ૧૫ મિનિટ)
(જેમ જેમ આ પ્રયોગ કરો તેમ તેમ, તેમાં દર્શાવ્યા મુજબના
ભાવો તમને તમારા આત્મામાં સ્પષ્ટપણે વેદાવા જોઈએ.)
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૩