Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 224 of 237
PDF/HTML Page 237 of 250

 

background image
b પ્રયોગ ત્રીજો b
(૧૦) અહો, મારું આત્મતત્ત્વ કેટલું ગંભીર છે! અને કેવી
સુંદરતા ભરી છે મારામાં! – તે આ બે દિવસના જ વિચાર તથા
ધ્યાનના પ્રયોગથી મને દેખાવા માંડયું. બે જ દિવસમાં જેમાંથી
આટલી ગંભીરતા નીકળી – તે તત્ત્વના મહિમાનું શું કહેવું
? આ
તત્ત્વના અનુભવ માટેનો મારો આ પ્રયોગ ખાલી નહિ જાય;
અત્યારે જ તે સફળ થઈ રહ્યો છે, અને તેના ફળરુપે પરમ
અતીન્દ્રિય શાંતિનો અનુભવ થતાં હવે વાર નહીં લાગે.
(૧૧) આ પ્રમાણે સ્વભાવના ઉલ્લાસપૂર્વક હું આગળ ને
આગળ વધી રહ્યો છું; મારું હિત મારે પોતે જ સાધવાનું છે, મારી
શાંતિનું વેદન મારે જ કરવાનું છે. જગતનું કાંઈ હું નથી કરતો,
અને જગતમાં કોઈ મારું કાંઈ કરી દેતું નથી; એકબીજાથી નિરપેક્ષ
પોતપોતામાં સ્વાધીન છે, – તેથી મારી પરિણતિને હવે ક્યાંય
બહાર ઘૂમવાનું ન રહ્યું; મારામાં જ રહીને શાંતિનું વેદન કરવાનું
છે. તેથી વિશ્વ પ્રત્યે પરમ ઉદાસીન એવો મારો કષાયરસ હવે
તૂટવા માંડયો છે, અને જ્ઞાનમય શાંતરસનું ઘણું જોરદાર ઘોલન
થઈ રહ્યું છે.
(૧૨) હવે ચૈતન્યના ઊંડાણમાં જવામાં મજા આવે છે,
અપરિચિત નથી લાગતું, થાક નથી લાગતો, પરંતુ કષાયનો થાક
હવે ઊતરવા માંડયો છે; ચૈતન્યની વારંવાર ભાવના વગર હવે
રહેવાતું નથી, સંસારના કષાયપ્રસંગમાં તો જરાય ચેન પડતું નથી.
(૧૩) મારું જ્ઞાન હવે એટલું જાગૃત થઈ ગયું છે કે શાંતિને
અને કષાયને હું એકબીજામાં જરાપણ ભેળવતો નથી; બંનેને જુદા
કરીને શાંતિને લઈ લઉં છું. – આ જ મારો આત્મહિતનો પ્રયોગ
૨૨૪ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન