છે. વાહ સંતો! આપ મને સાથે જ રાખીને આત્મહિત સાધતાં
શીખવી રહ્યા છો.
(૧૪) રાગ – દ્વેષ – કષાય વખતે પણ, હું એટલો જ નથી,
તે વખતે પણ મારું ચૈતન્યજ્ઞાન જીવતું છે – વિદ્યમાન છે; તે
જ્ઞાનના મીઠા સ્વાદમાં કષાયના કડવા સ્વાદનું મિલન હું નથી
કરતો. કષાય રહિત જ્ઞાનમાં ચૈતન્યરસનો જે અપૂર્વ સ્વાદ આવે છે
તે શાંત છે, આત્માને તૃપ્તિ દેનાર છે.
(૧૫) આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સદા સંતુષ્ટ ને;
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે.
– શ્રી કુંદકુંદસ્વામીની આ મંગલ હિત – શિખામણનું
ગ્રહણ કરીને હું એ જ પ્રમાણે કરી રહ્યો છું ને સુખી થઈ રહ્યો છું.
(૧૬) અહા! મારા આત્મામાં સુખનો વિલાસ નિરંતર
દેખાય છે. કષાયના દુઃખથી હવે આત્મા છૂટવા માંડયો છે;
સુખસમુદ્ર સ્વયં ઉલ્લસવા માંડયો છે; સમ્યક્ત્વ હવે નજીક છે;
અપૂર્વ નિર્વિકલ્પ – સ્વાનુભવ હવે અંતરમાંથી દોડતો – દોડતો
આવી રહ્યો છે.
(૧૭) ‘‘બસ હું મારામાં જ શાંત બેઠો છું.’’
(પ્રયોગ : વિચાર ૨૦ મિનિટ; ધ્યાન ૨૦ મિનિટ)
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૫