દેખીને મને પોતાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે, – કેવો સુંદર અને
ઉપશાંત છે આપનો દેશ
એ હવે મારાથી સહન નથી થતું. જરાક શાંતિની હવા તો અંદરથી
આવી રહી છે, તે શાંતિના જ બળથી હું કષાયો સામે જોરથી લડી
રહ્યો છું. મારો સમ્યક્ત્વ – ભાઈ મને લડવામાં મદદ કરી રહ્યો
છે; તેના એક જ ઘા થી હવે મિથ્યાત્વ ક્ષણમાત્રમાં ખતમ થઈ
જવાનું છે. મારા સમ્યક્ત્વ – બંધુનો અવાજ આવી રહ્યો છે કે તું
ગભરાઈશ નહીં, હું તરત જ તારી મદદમાં આવી રહ્યો છું.
પુરુષાર્થ વગેરે બધાય મારા પક્ષમાં છે. અહા, હવે તો કષાયો ભાગવા
માંડયા છે, અને મારા અંતરમાં અકષાયી અદ્ભુત અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યશાંતિનું વેદન થવા માંડયું છે. હવે કષાય કરતાં
મારો ચૈતન્યભાવ ઘણો જ બળવાન દેખાય છે; આ જ મારા
જ્ઞાનસ્વભાવની ‘અધિકતા’ છે, અને આ જ મારી સ્વાનુભૂતિ છે.