Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 227 of 237
PDF/HTML Page 240 of 250

 

background image
b પ્રયોગ પાંચમો b
(૨૨) હે ચૈતન્ય ભગવાન! ચાર દિવસના આપના નીકટ
પરિચયથી મારું ચિત્ત હવે મારા પોતામાં જ લાગી રહે છે, અને
હવે આપની સાથે એવી આત્મીયતા થઈ ગઈ છે કે ચિત્ત ક્યાંય
બીજે ઠરતું નથી; પોતે પોતામાં જ ઠરીને ચિત્ત સંતુષ્ટ થઈ રહ્યું છે.
(૨૩) હું વિચારું છું કે દરરોજ માત્ર ઘડી – બેઘડી પણ
આપને મળવાનો પ્રયોગ કરતાં – કરતાં મને એટલી શાંતિનો લાભ
થયો કે જેટલી મને કલ્પના પણ ન હતી; – તોપછી દિનરાત
ચોવીસ કલાક હું આપની અનુભૂતિના પ્રયોગમાં લાગ્યો રહું તો
પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થતાં કેટલી વાર
? તેથી હવે હું
વધુ જોરથી આ પ્રયોગમાં આગળ વધીશ, કેમકે આ અતીન્દ્રિય
શાંતિને માટે હવે મારો આત્મા બહુ વ્યાકુળ થઈ રહ્યો છે; જે શાંતિ
મારા પોતામાં જ ભરી છે અને જેનો થોડો થોડો સ્વાદ પણ આવી
રહ્યો છે, – તેનાથી હવે હું વંચિત કેમ રહું
?
(૨૪) હા, ભગવાન! હું જાણું છું કે આમ યાચના કર્યા
કરવાથી કે ભાવના કરતા રહેવાથી આપનો સાક્ષાત્કાર નહિ થાય,
પરંતુ ઉપયોગને સર્વ તરફથી ખેંચીને માત્ર આપમાં જ સંપૂર્ણપણે
જોડવાથી જ આપના સાક્ષાત્ દર્શન થશે – જે અતીન્દ્રિય આનંદથી
ભરપૂર હશે; – પરંતુ જ્યાંસુધી સાક્ષાત્કાર નથી થતો ત્યાંસુધી
આપની ભાવના વગર રહેવાતું નથી. કેમકે આપના સિવાય
સંસારમાં તો બીજે ક્યાંય પણ મારું ચિત્ત લાગતું નથી.
(૨૫) હવે પૂરી તાકાતથી આપને દેખવા માટે હું ઉપયોગ
લગાવી રહ્યો છું, – હું જોઉં છું કે આપ કેમ દૂર રહી શકો છો?
મારા ઉપયોગમાં વીરતાનો એવો મહાન ઝણઝણાટ થઈ રહ્યો છે કે
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૭