આપની વચ્ચે કોઈ અંતરાય રહી શકશે નહિ. હું ઇન્દ્રિયોના કમાડને
તોડીને આપના અતીન્દ્રિય સ્વરુપમાં પ્રવેશ કરી રહ્યો છું. આપને
દેખીને હવે હું આપનામાં એવો લીન થઈ રહ્યો છું કે હવે આપને
દેખવાનો પણ વિકલ્પ નથી રહ્યો. હું – દ્રષ્ટા, મારાથી આપ કોઈ
બીજા નથી – કે જેને હું દેખું. હું જ પોતે મારો દ્રશ્ય અને દ્રષ્ટા છું.
તેના બધાય ગુણો પોતપોતાના સ્વાભાવિક રુપમાં ખીલીને પોતાનું
કાર્ય કરવા લાગે છે; અને અનુભવરસમાં સર્વગુણોનો સ્વાદ
એકસાથે વેદનમાં આવે છે. એ સ્વાદની મીઠાશ એટલી બધી હોય
છે કે અતીન્દ્રિય જ્ઞાનમાં જ તે સમાઈ શકે છે. માનો કે, કદાચ જો
તે સ્થૂલરુપ ધારણ કરે તો આખા લોક – અલોકમાં પણ તેનો
આનંદ ન સમાય. – મારું આત્મતત્ત્વ જ એટલું મોટું છે કે આટલા
મહાન આનંદને એક સાથે પી જઈને પોતામાં સમાવી દે છે.