વિકલ્પની – રાગની કોઈ મહાનતા મને નથી ભાસતી; એટલે
વિકલ્પથી જુદું થઈને મારું જ્ઞાન ચૈતન્યની મહાનતામાં પ્રવેશ કરી
રહ્યું છે. આ રીતે મારું જ્ઞાન ઇન્દ્રિયોથી આઘું ખસીને, અતીન્દ્રિયતા
પામીને પોતે સ્વયં પણ મહાન થવા માંડયું છે.
(૨૮) આ રીતે ઇન્દ્રિયોથી તેમ જ વિકલ્પોથી પણ પાર આ
જ્ઞાન પોતે જ એટલું મહાન થઈ જાય છે કે પૂરા ચૈતન્યસ્વભાવને
એકસાથે પોતાનું જ્ઞેય બનાવવાની તાકાત રાખે છે.
(૨૯) જુઓ તો ખરા, હજી તો સમ્યક્ત્વની સન્મુખ થઈને
અભ્યાસ કરતાં પણ મારા મતિ – શ્રુતજ્ઞાન કેવું મહાન કાર્ય કરવા
લાગ્યા છે! શું વિકલ્પમાં – રાગમાં કે ઇન્દ્રિયજ્ઞાનમાં એવી તાકાત
છે કે આટલા મહાન સ્વભાવનો સ્વીકાર કરી શકે? – ના, કદી
નહીં. અત્યારસુધી હું વિકલ્પમાં રાગમાં તથા ઇન્દ્રિય જ્ઞાનમાં જ
અટકી ગયો, તેથી મને બાહ્ય વિષયો જ દેખાયા, પરંતુ અંતરમાં
મારું મહાન ચૈતન્યતત્ત્વ મને કદી ન દેખાયું.
– પણ હવે તો હું જાગ્યો છું.....હવે મારું જાગૃત જ્ઞાન
ઇન્દ્રિયોમાં કે રાગમાં બંધાઈ નહીં રહે, પણ તેનું બંધન તોડીને,
રાગથી ભિન્ન અતીન્દ્રિય થઈને હું મારા મહાન ચૈતન્યતત્ત્વની સાથે
એવી એકાકાર દોસ્તી બાંધીશ કે અમારા બંનેની વચ્ચે કોઈ ભેદ કે
અંતર નહીં રહે; તથા મારા મહાન તત્ત્વમાં જે અતીન્દ્રિય આનંદ
ભર્યો છે તેને હું ભોગવીશ; – તે આનંદ કોઈ વિષયોમાં કે રાગમાં
મેં કદી નથી જોયો.
(૩૦) બસ, હવે લાંબા વિચાર બંધ કરીને હું સીધો જ
આનંદને ભોગવું છું.
(પ્રયોગ : વિચાર : ૨૦ મિનિટ ✽ ધ્યાન ૨૦ મિનિટ)
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૯