Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 236 of 237
PDF/HTML Page 249 of 250

 

background image
વેદનમાં તો આવે છે પણ વાણીથી હું તેને કહી શકતો નથી. તેની
જાત રાગથી પણ જુદી છે. – આ રીતે વાણીથી તેમજ વિકલ્પોથી
પણ દૂર ઊંડે ઊંડે અંતરમાં ક્યાંય મારો ઉપયોગ પહોંચી રહ્યો છે
– અને આ જ રીતે આગળ વધીને વધુ ઊંડો ઊતરું તો ત્યાં જ
મારા ચૈતન્ય પ્રભુનો સાક્ષાત્કાર થશે.
(૫૦) અહા, આ ચૈતન્યપ્રભુની સાથે મારી મિત્રતા દ્રઢ થતાં
હવે મારા જીવનમાં વૈરાગ્ય અને જ્ઞાનનો અભ્યાસ ઘણો જ વધતો
જાય છે; હવે જોરપૂર્વક હું ખાન – પાન હરવું – ફરવું વગેરે
સર્વપ્રકારના રાગનો રસ તોડતો જાઉં છું. પ્રતિકૂળતાઓને ક્રોધ
વગર સહન કરું છું, અને વીર થઈને મારી સમસ્ત શક્તિને હું
આત્માની સાધનમાં લગાવી દઉં છું. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ
હવે મારી સાધનાને અટકાવી શકે નહિ, કેમકે મારા ચૈતન્યપ્રભુ
પોતે જ હવે પ્રગટ થઈને શુદ્ધ આનંદપરિણતિરુપ થવા ચાહે છે.
અત્યાર સુધી પ્રભુ ઊંઘતા’તા, હવે તો જાગ્યા છે.....એવા જાગ્યા છે
કે મોહ – ચોરને ભગાડીને પોતાના સમ્યક્ત્વાદિ સર્વ નિધાનને
સંભાળી રહ્યા છે.....મને એ નિધાન દેખાડીને આપી રહ્યા છે.....કે
લે
! ચૈતન્યના આ બધાય નિધાન તારા જ છે, આનંદથી તું તેને
ભોગવ!
(૫૧) અહો! મારા નિજનિધાન પામીને મને જે મહાન
આનંદ થાય છે તેની શી વાત!! એની વાત કરવા માટે કે એનો હર્ષ
કરવા માટેય એ નિજનિધાનમાંથી બહાર નીકળવું મને પાલવતું
નથી.....બસ, અંદર ને અંદર રહીને હું નિજનિધાનને ભોગવીશ.
आनंदमय स्वसंवेद्यो भरितावस्थोहं
સમાપ્ત
૨૩૬ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન