Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 235 of 237
PDF/HTML Page 248 of 250

 

background image
(૪૮) અરે, એક તો મનુષ્યજીવન દુર્લભ, તેમાંય આયુષ્યના
દિવસો ઘણા થોડા, અને તેમાંથી પણ ઘણો થોડો ભાગ હું મારા
આત્મહિત માટે કાઢી શકું છું. – તો તેમાં આત્મઅનુભવનું કામ
સૌથી પહેલાં કરીને, આત્મશાંતિ પ્રાપ્ત કરી લેવી – તે માટે હું ઘણી
જ સાવધાની રાખીશ. દુનિયાના કોઈ પણ કાર્ય ખાતર મારા આ
મહાન ઇષ્ટકાર્યને હું ગૌણ નહીં કરું; જીવનમાં સર્વત્ર ક્ષણે – ક્ષણે
ને પળે – પળે એની જ મુખ્યતા રાખીશ, અને એને જ હું મારું
જીવન સમજું છું. જો અત્યારે તેમાં પ્રમાદ કરીશ તો સંસારનાં ચાર
ગતિનાં ભયંકર દુઃખો – કે જેની યાદી પણ આંખમાંથી આંસુની
ધાર વહાવે છે – તેનાથી હું કેમ છૂટીશ
! અરે ના.....ના, હવે તો
તે દુઃખોનું નામ પણ મારાથી સાંભળી શકાતું નથી. મારે તો બસ,
હવે મારા દેવ – ગુરુ જેવી શાંતિ ને શાંતિ જ જોઈએ.....તેની શીઘ્ર
પ્રાપ્તિ માટે અતિશય ચૈતન્યરસિક થઈને ફરી ફરીને હું વિશેષ
પ્રયોગ કરું છું. – આમ પોતાના આત્માને ઉત્સાહિત કરવો.
(૪૯) હે મુમુક્ષુ અભ્યાસી! એક વાત એમ છે કે, તારો
ઉપયોગ વારંવાર અંદરમાં સ્વરુપની નજીક જઈ – જઈને પાછો
આવે છે અને તોપણ તને એમ નથી થતું કે ચાલો, ઉપયોગ અંદર
નથી જતો તો તેને બહારમાં ક્યાંક ભમાવું
! પરંતુ ઊલ્ટું એમ થાય
છે કે ગમે તેમ કરીને પણ ઉપયોગને અંદરમાં લઈ જાઉં. બહારમાં
તો ક્યાંય ગમતું નથી, ક્યાંય દિલ લાગતું નથી, એટલે ફરી ફરીને
વારંવાર એમ જ થયા કરે છે કે હું અંદર જાઉં – અંદર જાઉં
! –
એમ અંદરમાં જઈને અનુભવ કરવાની જ ખૂબ લગની રહ્યા કરે
છે; – કેમકે બહારના બધા વિષયોથી પાર, જુદી જ જાતની કોઈ
અત્યંત સુંદર, એક અદ્ભુત વસ્તુ મારા અંતરમાં છે – તે મારા
લક્ષમાં આવી ગઈ છે. અંદર જતાં – જતાં મને કંઈક નવું જ
દેખાય છે, ને નવી જ જ્ઞાન – ઊર્મિઓ ઉલ્લસે છે, – જે મારા
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૩૫