Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 234 of 237
PDF/HTML Page 247 of 250

 

background image
કંઈક અનુભવાય છે કે જે પરમ તૃપ્તપણે પોતે પોતામાં સમાઈ રહે
છે, – ઉપશાંત થઈ જાય છે.
(૪૫) અંદર જતાં જતાં ઉપયોગ કેમ પાછો આવી જતો
હતો? – ઊંડેથી તેની શોધ કરતાં ખ્યાલ આવ્યો કે, સ્વભાવની
કંઈક નીકટતા થતાં ઉપયોગ એકદમ હર્ષિત થઈ જતો હતો એટલે
હર્ષની અશાંતવૃત્તિમાં અટકી જતો હતો, તેથી હર્ષથી પાર વીતરાગી
શાંતિ સુધી પહોંચતો ન હતો. હવે ખ્યાલ આવ્યો કે આ
હર્ષોલ્લાસની વૃત્તિ પણ મારી શાંતિમાં પ્રવેશી શકતી નથી, તેથી હવે
ઉપયોગને તેનાથી પણ છૂટો રાખીને, શાંતરસમાં જ રહીને હું મારા
ઉપયોગને અંતરમાં લઈ જઈને શાંતસ્વભાવની સ્વાનુભૂતિ કરું છું.
(ઇતિ અષ્ટમ પ્રયોગ)
(આજકા જોરદાર પ્રયોગ : ધ્યાન ૨૪ મિનિટ : એક ઘડી)
(૪૬) હે મુમુક્ષુ સાધર્મી !
અહીં સુધીના પ્રયોગથી તને સ્વાનુભૂતિ થઈ ગઈ
હશે.....અથવા, સ્વત: હજી વધારે ઊંડા પ્રયોગવડે હવે તને
સ્વાનુભૂતિ થઈ શકશે. પરંતુ તું તારા સતત પ્રયત્નને વચ્ચેથી તોડીશ
નહિ કે ઢીલો પડવા દઈશ નહીં.
(૪૭) જો પ્રમાદ થઈ જાય તો, એમ વિચાર કરજે કે અહા, જે
કાર્યનું ફળ આત્માના અનુભવ જેવું મહાન છે અને જેના ફળમાં મારે
સાદિ – અનંતકાળ સુધી મોક્ષસુખ ભોગવવાનું છે, તેમાં હું પ્રમાદ
કેમ કરું
? પ્રયત્ન તો બરાબર કરવો પડશે, – પણ તેનું ફળ પણ ઘણું
જ મોટું છે ને! સ્વાનુભૂતિમાં મને કેવો આત્મા મળશે? અને કેવા
મજાના અતીન્દ્રિય આનંદને હું અનુભવીશ!! અહા, હવે તો તે
એકદમ નજીક ‘હાથવેંતમાં જ છે’ – હમણાં જ તેની પ્રાપ્તિ થશે.
૨૩૪ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન