Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 233 of 237
PDF/HTML Page 246 of 250

 

background image
(૪૦) અહીં મારો ચૈતન્યમહેલ ઘણી ભારે વિભૂતિથી ભરેલો
છે.....તેમાં પ્રવેશ કરીને મારે તેનો ઉપયોગ કરવાનો છે. હું જલ્દી
આ ચૈતન્યમહેલમાં જવાની કોશિષ કરી રહ્યો છું. ઉપયોગને કહું છું
કે ચાલ, મારી સાથે અંદર ચાલ.....તને ઘણો જ આનંદ થશે.
(૪૧) ઉપયોગ પણ અંદર આવવા તૈયાર તો થાય છે, પરંતુ
અંદર જતાં જતાં તે વારંવાર અધવચ્ચેથી જ પાછો ફરી જાય છે.
મને ખેદ થાય છે કે અરે
! ઉપયોગ પાછો કેમ આવે છે? અંદરમાં
પ્રવેશ કેમ નથી કરતો? બહારમાં કેમ ભમે છે?
(૪૨) અરે ઉપયોગ! બહારમાં ભમી – ભમીને તો તેં
અનંતકાળ મહાન દુઃખો ભોગવ્યા. શું હજી પણ તે દુઃખોથી તું નથી
થાક્યો
? એ દુઃખોથી છૂટવું હોય તો શીઘ્ર જ તું સાવધાન થઈ જા...
જાગૃત થઈ જા આત્માનુભવ માટે મરણિયો થા. જે વિષયકષાયોએ
તને અત્યાર સુધી ભવચક્રમાં પીલી – પીલીને દુઃખી કર્યો તેનો સંગ
અત્યંતપણે છોડી દે.....ને અંતરમાં સુખ – શ્રદ્ધા – વીતરાગતા વગેરે
તારા સાચા સ્વજનો છે તેનો સંગ કર.....તેની જ સાથે રહે....તે
સ્વજનો તને મહાન સુખ આપશે.....ને ભવચક્રથી છોડાવશે.
(૪૩) ભાઈ, હું જાણું છું કે તને અંદર જતાં – જતાં
અનેકવિધ ચિન્તા વચ્ચે આવી પડે છે! પણ, અત્યારે એ બધી
ચિન્તાઓ છોડી દે.....આત્મા જ તને વહાલો છે – તો પછી તેના
સિવાય બીજા બધાની ચિન્તા છોડી દે.....ફરી ફરીને કહીએ છીએ
કે અરે જીવ
! તું સ્વાનુભૂતિના કિનારે પહોંચ્યો છે તો હવે અંદર
જવામાં વાર કાં લગાડ? ઉછળીને અંદર કુદી પડ....‘આહાહા!
કેવી ગંભીર શાંતિ!!’
(૪૪) અરે, મારી આ શાંતિ તો એવી છે કે એમાં ‘આહાહા’
એવા આશ્ચર્યની વૃત્તિ પણ નથી ઊઠતી.....આશ્ચર્યથી પણ ઊંચું
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૩૩