Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 232 of 237
PDF/HTML Page 245 of 250

 

background image
ભટકનારું નથી; અપિતુ આ જ્ઞાન તો વિશ્વના શિરતાજ સમાન છે,
વીતરાગરસથી ધોવાયેલું ઉજ્વળ છે, સ્વાધીન છે, મહાન આનંદરુપ
છે, મોક્ષને સાધનારું છે. આત્માનું સર્વરસરુપ – સર્વસ્વ તેણે પ્રાપ્ત
કરી લીધું છે. હવે આનાથી મોટું કોઈ બીજું તત્ત્વ ગોતવાનું બાકી
નથી રહ્યું; જેનાથી ઊંચું બીજું કાંઈ નથી એવું સર્વોત્તમ તત્ત્વ
જ્ઞાને અનુભૂતિમાં પ્રાપ્ત કરી લીધું છે; પરમાર્થ તત્ત્વને પામીને –
તેનો આશ્રય કરીને – તેમાં તદ્રુપ થઈને પોતે જ પરમાર્થરુપ બની
ગયું છે.....તે જ્ઞાનચેતનારુપ જ પોતે પોતાને ચેતી રહ્યું છે.
(૩૮) અહો, જ્ઞાનચેતનારુપ થયેલું આ જ્ઞાન –
તે પોતે જ સમ્યગ્દર્શન છે; તે પોતે જ સ્વાનુભૂતિ છે;
તે પોતે જ સમયસાર છે; તે પોતે જ પ્રભુ – આત્મા છે.
જો આવો હું છું.....તો પછી બીજું મારે શું જોઈએ!!
બસ! મારી જ્ઞાન – અનુભૂતિમાં જ હું રહીશ.
(પ્રયોગ : માત્ર ધ્યાન : એકાગ્રતા ૧૫ મિનિટ.)
b પ્રયોગ આઠમો b
(૩૯) અહા, આત્મતત્ત્વની સાધનામાં, આ સાત પ્રયોગ દ્વારા
તો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો! પૂર્વની મિથ્યાત્વની દુનિયાને
છોડીને હવે હું સમ્યક્ત્વની દુનિયામાં આવીને વસ્યો છું. અહા,
કેવો સુન્દર છે – મારો આ દેશ
! સર્વત્ર શાંતિ જ પ્રસરેલી છે. મને
બહુ જ દુઃખી કરનારા તે ક્રોધાદિ કષાયદુશ્મનો મારી આ નવી
દુનિયામાં આવી તો નથી શકતા પરંતુ મારી સામે નજર પણ માંડી
શકતા નથી.
૨૩૨ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન