આત્માની પ્રાપ્તિ આત્માથી બહારના કોઈ સાધન વડે થતી નથી.
અંદર આત્મામાંથી જ લીધેલા તેના એક અંશરુપ જ્ઞાનચક્ર વડે તેનો
લક્ષ્યવેધ કરતા તે સાક્ષાત્ સ્વાનુભવમાં આવે છે. મહાન
તાકાતવાળા આત્મામાંથી આવેલું જ્ઞાન પણ મહાન તાકાતવાળું છે;
તે રાગની કે ઇન્દ્રિયોની મદદ વગર એકલું જ પોતાનું કાર્ય કરે છે.
આત્મવેદન કરે છે.
હતા....માટે હું જ્યાંથી આવ્યું છું ત્યાં ક્રોધાદિ ભર્યા નથી, પણ
શાંતિ જ ભરી છે. – એમ ક્રોધાદિથી ભિન્નતારુપ પોતાનું
પરિણમન કરતું મારું જ્ઞાન શાંતિને અનુભવે છે.
‘માતૃસ્થાન’ તેને એવું વહાલું છે કે તેના સિવાય બીજે ક્યાંય તેનું
ચિત્ત તન્મય થતું નથી; જ્યાંથી પોતાની ઉત્પત્તિ થઈ ત્યાં જ
(જ્ઞાનસ્વભાવમાં સામાન્યમાં જ) તેને તન્મયતા અનુભવાય છે,
તેની સાથે જરાય જુદાઈ રાખતું નથી.....અને તે સ્વભાવમાં ભરેલા
આનંદ – શાંતિ – પ્રભુતા વગેરે અનંત વૈભવને તે પોતાનો જ
નિજવૈભવ સમજીને અનુભવે છે.