Samyak Darshan Part 7 8 (Gujarati). Nivedan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 250

 

background image
નિવેદન
આત્માનું અપૂર્વ કલ્યાણકારી સમ્યગ્દર્શન.....તેનો અપાર
મહિમા સમજાવીને, તે પ્રગટ કરવાનો ઉપાય બતાવતું, અને તેની
પ્રેરણા આપતું ‘સમ્યગ્દર્શન – શ્રેણી’નું આ સાતમું – આઠમું
(સંયુક્ત) પુસ્તક સાધર્મીજનોના હાથમાં મૂકતાં આનંદ થાય છે.
ભગવાન મહાવીર – નિર્વાણના ૨૫૦૦ માં વર્ષમાં સમ્યગ્દર્શનનું
છઠ્ઠું પુસ્તક પ્રગટ થયું હતું, ત્યારપછી ૧૨ વર્ષ બાદ પ્રભુ
ગૌતમસ્વામીના નિર્વાણના અઢી હજારમાં વર્ષમાં આ પુસ્તક પ્રગટ
થાય છે....જે મહાવીર – ગૌતમની પરંપરાને સ્પષ્ટ કરીને, અનેક
જિજ્ઞાસુ જીવોને સાચું માર્ગદર્શન આપશે, અને તેઓની સમ્યક્ત્વ
– પિપાસાને તૃપ્ત કરવામાં સહાયરુપ થશે.
વીરશાસનમાં આપણને પૂ. શ્રી કહાનગુરુ મળ્યા; તેઓશ્રીએ
સમ્યક્ત્વનો અપાર મહિમા સમજાવીને હજારો – લાખો
ભવ્યજીવોને તેની પ્રેરણા આપી. તેમના પ્રતાપે આ કાળે
સમ્યક્ત્વનો માર્ગ ખુલ્લો થયો; અનેક જીવો સમ્યક્ત્વરુપ
થયા.....ને તે સમ્યક્ત્વની રીત આ પુસ્તકશ્રેણી દ્વારા પ્રગટ થાય છે.
આ પુસ્તકના સંકલનમાં જિજ્ઞાસુતાના પોષક લેખો ઉપરાંત
સ્વાનુભૂતિનું સીધું વર્ણન છે; સીધા આત્માની અનુભૂતિને ટચ થાય
એવા લેખો નવીન શૈલિમાં આપ્યા છે.....જેનું ઘોલન તીવ્ર
મુમુક્ષુઓને એકદમ અનુભૂતિના ઊંડાણમાં ઠેઠ ચૈતન્યપ્રભુની પાસે
લઈ જશે.....ને જો ખરી તૈયારી હશે – તો તેને આત્મઅનુભૂતિ
કરાવશે. સ્વાનુભૂતિ માટે અંદર કેવો પ્રયોગ ને કેવો પ્રયત્ન થાય છે
તેનું માર્ગદર્શન વધુ સ્પષ્ટતાથી ને વધુ ઊંડાણથી આ પુસ્તકમાં
આપેલ છે.
( ૬ )