જ્ઞાનીના સીધા સમાગમે સમજ્યા પછી જ તેની સફળતા થાય છે.
બીજું, સ્વાનુભવના પ્રયોગ માટેનું માર્ગદર્શન અનેક શૈલીથી થઈ
શકે છે, તેમાંની એક શૈલી અહીં આપી છે. ભલે વિવિધ શૈલી હોય
પણ તે બધીયે આત્મસ્વભાવના ઊંડાણમાં લઈ જનારી હોય છે, ને
ચૈતન્યનો પરમ રસ જગાડીને તેમાં જ સન્મુખતા કરાવે છે. આ
પ્રયોગ કરનારને પૂર્વ તૈયારીમાં જ્ઞાનીનો સંગ, આત્માનો રંગ અને
સ્પષ્ટ તત્ત્વનિર્ણય હોય છે.
વાંચ્યુ તે ખૂબ પ્રસન્ન થયા, કોઈએ તેની નકલ ઊતારી લીધી, તો
કેટલાયે તે છપાવવા આગ્રહ કર્યો; તેથી જિજ્ઞાસુઓના હિતનું કારણ
સમજીને આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ કર્યું છે. મારા જીવનમાં મેં ઘણું
ઘણું ધર્મસાહિત્ય નિર્માણ કર્યું છે, તેમાંથી ૧૫૦ જેટલા પુસ્તકો
છપાઈ ગયા છે, તેમાં આ સ્વાનુભૂતિપ્રકાશ પુસ્તક સૌથી શ્રેષ્ઠ
છે.....જે સીધું સ્વાનુભવને સ્પર્શે છે. રંગબેરંગી અનેક ચિત્રોવડે
આ પુસ્તકને વધુ સુંદર બનાવેલ છે.
તેમના વિયોગમાં પ્રસિદ્ધ થતા આ પુસ્તકમાં પાનેપાને ને શબ્દેશબ્દે
તેઓશ્રીના સ્મરણો જાગી ઊઠે છે. ગુરુદેવ કેટલીયેવાર પ્રવચનમાં
‘સમ્યગ્દર્શન’ પુસ્તકનો ઉલ્લેખ કરીને પ્રમોદથી કહેતા : આજના
મુનિ પણ આ પુસ્તક વાંચીને અહીં આકર્ષાયા હતા. અનેક વિદ્વાનો
ને જિજ્ઞાસુઓ હોંશથી તેની સ્વાધ્યાય કરે છે. દશ પુસ્તકોની આ