સત્તાસ્વરૂપ ][ ૧
ૐ
શ્રી સર્વજ્ઞાય નમઃ
સત્તાસ્વરુપ
મંગલમય મંગલકરણ, વીતરાગવિજ્ઞાન;
નમો તેહ જેથી થયા, ૧અરહંતાદિમહાન.
આ આત્માને સુખ પ્રિય છે અને તે સુખ સર્વ
કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે, પણ (ખોટા) જોરથી પ્રગટ
થતું નથી; કર્મોનો નાશ ચારિત્રથી થાય છે અને ચારિત્ર છે
તે પ્રથમ ૨અતિચારરહિત ૩સમ્યક્ત્વ થતાં તથા ચારે
૧. અર્હંત = જેમને અંતરંગમાં પૂર્ણજ્ઞાન (કેવળજ્ઞાન) તથા પૂર્ણ
વીતરાગતા પ્રગટી છે તથા બાહ્યમાં જીવાદિ પદાર્થોનું સાચું મૂળ
વક્તાપણું છે પણ આયુષ્યના કારણે જેઓ મનુષ્યશરીર સહિત
છે એવા જીવન મુક્ત પુરુષો; તીર્થંકર ભગવાન.
૨. અતિચાર = દોષ; પ્રગટેલાં ગુણોમાં પુરુષાર્થની નબળાઈથી
લાગતા દોષો.
૩. સમ્યક્ત્વ = સાચી શ્રદ્ધા; હું શુદ્ધ છું, નિર્મળ છું – એવા અખંડ
વિષયની યથાર્થ પ્રતીતિ તેને નિશ્ચય સમ્યક્ત્વ કહે છે.