૨ ]
[ સત્તાસ્વરૂપ
૧અનુયોગ દ્વારા મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત રકમનું ૨સંશય-
૩વિપર્યય – ૪અનધ્યવસાયાદિ રહિત યથાર્થ જ્ઞાન થતાં
યથાર્થચારિત્ર થાય છે, (અને) ત્યારે આળસ – મદ આદિ
સમસ્ત (દોષ) દૂર થાય છે. શાસ્ત્રોનો શ્રવણ, ૫ધારણ,
વિચારણા, ૬આમ્નાય અને ૭અનુપ્રેક્ષાપૂર્વક અભ્યાસ કરે, તેથી
સર્વ કલ્યાણનું મૂળ કારણ એક આગમનો યથાર્થ અભ્યાસ
૧. અનુયોગ = ભગવાને કહેલો ઉપદેશ વિષયાનુસારે ચાર
અધિકારમાં આવ્યો છે; તે દરેક અધિકારને અનુયોગ કહે છે.
૨. સંશય = विरुद्धानेककोटिस्पर्शि ज्ञानं संशय = ‘આ પ્રમાણે છે કે
આ પ્રમાણે છે’ એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક બે પ્રકારરૂપ
જ્ઞાન તેને સંશય કહે છે. દા.ત. આત્મા પોતાના કાર્યને કરી
શકતો હશે કે જડના કાર્યને કરી શકતો હશે, એવું જાણવું તે
સંશય.
૩. વિપર્યય = विपरीतैककोटीनिश्चयो विपर्ययः = વસ્તુસ્વરૂપથી
વિરુદ્ધતા પૂર્વક ‘આ આમ જ છે’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ
વિપર્યય છે. દા. ત. શરીરને આત્મા જાણવો તે.
૪. અનધ્યવસાય = किमित्यालोचनमात्रमनध्यवसायः = ‘કંઈક છે’
એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે
‘હું કોઈક છું’ એમ જાણવું તે અનધ્યવસાય છે.
૫. ધારણા = ગ્રહી લેવું તે, યાદ રાખી લેવું તે.
૬. આમ્નાય = પરંપરા, આપ્ત પુરુષે કહેલ ઉપદેશની ચાલી
આવતી પરંપરા, પ્રણાલિકા.
૭. અનુપ્રેક્ષા = વારંવાર ચિંતવન કરવું તે.