Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 103
PDF/HTML Page 15 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૩
છે. ત્યાં આ સંસારવનમાં ભ્રમણ અનાદિકાળથી છે તેથી
જીવોને શાસ્ત્રાભ્યાસ થવાનો અવસર પામવો અત્યંત દુર્લભ
છે, કારણ કે
સંસારમાં ઘણો કાળ તો એકેન્દ્રિયપર્યાયમાં પૂર્ણ
થાય છે. ત્યાં તો માત્ર એક સ્પર્શન ઇંદ્રિયનું જ કિંચિત્ જ્ઞાન
હોય છે. વળી બે ઇંદ્રિયાદિથી
અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી તો
તેમને વિચાર કરવાની શક્તિ જ નથી, નરકગતિમાં
શાસ્ત્રાભ્યાસ થવાનો સંભવ જ નથી, કોઈ જીવને પૂર્વવાસના
હોય તો અંતરંગમાં કદાચિત્ થાય; દેવગતિમાં જે નીચજાતિના
દેવો છે તે તો જે વિષયસામગ્રી મળી છે તેમાં જ અત્યંત
આસક્ત છે, તેમને તો ધર્મવાસના જ ઉત્પન્ન થતી નથી,
તથા ઉચ્ચપદવાળા કોઈ દેવો છે, તેમને ધર્મવાસના ઉત્પન્ન
થાય છે; તે વિશેષપણે મનુષ્યાદિપર્યાયોમાં ધર્મસાધનાની
યોગ્યતાથી જ એવાં પદ પામે છે. મનુષ્યપર્યાયમાં ઘણા જીવો
તો
લબ્ધ્યપર્યાપ્તક છે તેમનું તો આયુષ્ય જ એક શ્વાસના
અઢારમા ભાગમાત્ર છે, તે જીવો તો પર્યાપ્તિની પૂર્ણતા જ
કરતા નથી. વળી કદાચિત્ અલ્પઆયુ પામે તો ગર્ભમાં જ
વા બાલ્યાવસ્થામાં જ મરણ થઈ જાય છે તથા મોટું આયુષ્ય
૧. અસંજ્ઞી = મન વગરના પ્રાણી.
૨. લબ્ધપર્યાપ્તક = જે જીવની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય
તથા ન થવાવાળી હોય, તેને લબ્ધપર્યાપ્તક કહે છે.
૩. પર્યાપ્તિ = ઇંદ્રિયાદિરૂપ શક્તિની પૂર્ણતામાત્રને પર્યાપ્તિ કહે છે
(પર્યાપ્તિ = પૂર્ણતા).