૪ ]
[ સત્તાસ્વરૂપ
પામે તો શૂદ્ર આદિ હલકા કુળોમાં ઉપજવું થાય છે. તથા
જો ઉચ્ચકુળ પામે તો ઇંદ્રિયોની પરિપૂર્ણતા વા શરીરની
નિરોગતા પામવી દુર્લભ છે, વળી એનાથી ભલા ગામાદિમાં
(ઉત્તમ દેશાદિમાં) ઉપજવું દુર્લભ છે અને ત્યાં પણ
ધર્મવાસના થવી મહા દુર્લભ છે, તથા સાચા દેવ – શાસ્ત્ર
–
ગુરુનો સંબંધ મળવો એથી પણ મહા દુર્લભ છે. ત્યાં પણ
પૂજા, દાન, શીલ, સંયમાદિ વ્યવહારધર્મની વાસના તો
કદાચિત્ ઉપજી પણ જાય, પરંતુ જેનાથી અનાદિ
૧મિથ્યાત્વરોગ મટે એવા નિમિત્તોનું મળવું તો ઉત્તરોત્તર મહા
દુર્લભ જાણી આ (હલકા) નિષ્કૃષ્ટકાળમાં જૈનધર્મનું યથાર્થ
શ્રદ્ધાનાદિ થવું તો કઠણ છે જ, પરંતુ તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો
બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી તથા
કુક્ષેત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી
જે પુરુષો પોતાના હિતનો ૨વાંછક છે તેણે તો સર્વથી
પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. કહ્યું છે
કે —
न क्लेशो न धनव्ययो न गमनं देशान्तरे प्रार्थना ।
केषांचिन्न बलक्षयो न तु भयं पीडा न कस्माच्च न ।।
૧. મિથ્યાત્વ = ખોટો અભિપ્રાય, ખોટી શ્રદ્ધા, વસ્તુના સ્વરૂપની
અયથાર્થ શ્રદ્ધા.
૨. વાંછક = ઇચ્છનાર, અભિલાષી.