સત્તાસ્વરૂપ ][ ૫
सावद्यं न न रोगजन्मपतनं नैवान्यसेवा न हि ।
चिद्रूपं स्मरणे फलं बहुतरं किन्नाद्रियन्ते बुधाः✽ ।।
(તત્ત્વજ્ઞાન તરંગિણી અ. ૪ શ્લોક ૧)
વળી, જે તત્ત્વનિર્ણયના ૧સન્મુખ નથી થયા તેમને
૨ઓલંભો આપ્યો છે કે —
“ साहीणे गुरुजोगे जे ण सुणंतीह धम्मवयणाई ।
ते धिट्ठदुठ्ठचित्ता अह सुहडा भवभयविहुणा ।।
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૪ ગુજરાતી)
✽અર્થ : — ચિદ્રૂપ આત્માનું સ્મરણ કરવામાં નથી ક્લેશ થતો,
નથી ધન ખર્ચવું પડતું, નથી દેશાન્તરે જવું પડતું, નથી કોઈ પાસે
પ્રાર્થના કરવી પડતી, નથી બળનો ક્ષય થતો, નથી કોઈ તરફથી
ભય કે પીડા થતી; વળી તે સાવદ્ય નથી, નથી રોગ કે જન્મ-
મરણમાં પડવું પડતું, નથી કોઈની સેવા કરવી પડતી, આવી કોઈ
મુશ્કેલી વિના ચિદ્રૂપ આત્માના સ્મરણનું ઘણું જ ફળ છે તો પછી
બુધ પુરુષો તેને કેમ આદરતા નથી?
૧. સન્મુખ = વલણવાળા.
૨. ઓલંભો = ઠપકો.
*
અર્થ : — ગુરુનો યોગ સ્વાધીન (મળી શકે એમ) હોવા છતાં
જેઓ ધર્મ વચનોને સાંભળતા નથી તેઓ ધૃષ્ટ અને દુષ્ટ
ચિત્તવાળા છે અથવા તેઓ ભવભયરહિત (જે સંસારભયથી શ્રી
તીર્થંકરાદિક ડર્યા તેનાથી નહિ ડરનારા ઊંધા) સુભટો છે.