૬ ]
[ સત્તાસ્વરૂપ
ત્યાં જે શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્ત્વનિર્ણય તો નથી કરતા
અને વિષયકષાયનાં કાર્યોમાં જ મગ્ન છે તે તો
અશુભોપયોગીમિથ્યાદ્રષ્ટિ છે તથા જે સમ્યગ્દર્શન વિના પૂજા,
દાન, તપ, શીલ, સંયમાદિ વ્યવહારધર્મમાં મગ્ન છે તે
શુભોપયોગીમિથ્યાદ્રષ્ટિ છે. માટે તમે ભાગ્યઉદયથી
૧મનુષ્યપર્યાય પામ્યા છો તો સર્વધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન
અને તેનું મૂળ કારણ તત્ત્વનિર્ણય તથા તેનું પણ મૂળ કારણ
શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવા યોગ્ય છે, પણ જે આવા
અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરે
છે; કહ્યું છે કે –
✽
प्रज्ञैव दुर्लभा सुष्ठु दुर्लभा सान्यजन्मने ।
तां प्राप्य ये प्रमाद्यन्ति ते शोच्याः खलु धीमत्ताम् ।।९४।।
(આત્માનુશાસન)
તેથી જેને સાચા જૈની થવું છે, તેણે તો શાસ્ત્રના આશ્રયે
તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે, પણ જે તત્ત્વનિર્ણય તો નથી કરતો
અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ
આદિ બધાંય કાર્યો કરે છે તેનાં એ બધાંય કાર્યો અસત્ય છે.
૧. મનુષ્યપર્યાય = પર્યાયમનુષ્યનું શરીર, મનુષ્યભવ.
✽અર્થ : — આ સંસારમાં બુદ્ધિ હોવી જ દુર્લભ છે, અને પરલોક
અર્થે બુદ્ધિ થવી તો અતિ દુર્લભ છે. એવા બુદ્ધિ પ્રાપ્ત થવા છતાં
જેઓ પ્રમાદ કરે છે તે જીવો વિષે જ્ઞાનીઓને શોચ થાય છે.