સત્તાસ્વરૂપ ][ ૭
માટે આગમનું સેવન, મુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો
ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
જિનવચન છે તે ચારે અનુયોગમય છે એ રહસ્ય જાણવા
યોગ્ય છે, ત્યાં જિનવચન તો અપાર છે, તેનો પાર તો
શ્રીગણધરદેવ પણ પામ્યા નહિ માટે એમાં જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે; તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય
છે. કહ્યું છે કે
—
“ अन्तो णत्थि सुईणं कालो थोओवयं च दुम्मेहा ।
तं णावर सिक्खियव्वं जिं जरमरणक्खयं कुणहि ।।९८।।
(પાહુડ – દોહા)
ત્યાં મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત રકમ કઈ કઈ છે તે અહીં
દર્શાવીએ છીએ. જિનધર્મ – જિનમત, દેવ – કુદેવ, ગુરુ – કુગુરુ,
શાસ્ત્ર – કુશાસ્ત્ર, ધર્મ – કુધર્મ – અધર્મ, ૧હેય – ૨ઉપાદેય, તત્ત્વ –
અતત્ત્વ – કુતત્ત્વ, માર્ગ – કુમાર્ગ – અમાર્ગ, સંગતિ – કુસંગતિ,
સંસાર – મોક્ષ, જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ
* અર્થ : — શ્રુતિઓનો અંત નથી, કાળ થોડો છે અને અમે દુર્બુદ્ધિ
(અલ્પબુદ્ધિવાળા) છીએ, તેથી (હે જીવ!) તારે તે શીખવા યોગ્ય
છે, કે જેનાથી તું જન્મ-મરણનો નાશ કરી શકે.
૧. હેય = છોડવા યોગ્ય.
૨. ઉપાદેય = આદરવા યોગ્ય.