Sattasvarup (Gujarati). PrastAvanA.

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 115

 

background image
પ્રસ્તાવના
શ્રીમાન્ પં. ભગવાનચંદ્રજી છાજેડનું બનાવેલું સત્તાસ્વરૂપ
નામનું પુસ્તક હિંદીમાં પ્રગટ થયું છે. તેનું વાંચન સોનગઢ મુકામે
પરમપૂજ્ય સદ્ગુરુદેવ સત્પુરુષ શ્રી કાનજીસ્વામી પાસે થયેલું; તે
વાંચનમાં ભાગ લેનારા મુમુક્ષુ ભાઈઓને એવી ભાવના થયેલી કે
આ શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર થાય તો વિશેષ લાભનું કારણ
થાય. સદ્ભાગ્યે કલોલના રહીશ આત્માર્થી ભાઈશ્રી સોમચંદ
અમથાલાલ શાહે તેનું ભાષાંતર કરી આપવાનું સ્વીકાર્યું, અને તે
પૂરું થતાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મનુષ્યગતિમાં જીવ જે કુળમાં જન્મે છે, તે કુળમાં ઘણા
ભાગે કોઈને કોઈ પ્રકારની ધર્મની માન્યતા હોય છે. વળી તે
કુળધર્મમાં કોઈને દેવ તરીકે, કોઈને ગુરુ તરીકે અને કોઈ
પુસ્તકોને ધર્મનાં શાસ્ત્રો તરીકે માનવામાં આવે છે. નાનપણમાં
તેઓની માન્યતાનું તેમને પોષણ મળ્યા કરે છે અને મોટી ઉંમર
થતાં કુળધર્મના સ્થાનકે એ ગુરુઓ પાસે જતાં તે વિશેષપણે
પોષાય છે.
કેટલાક વ્યાવહારિક કેળવણી લે છે, અને ત્યાંથી જુદા
જુદા સંસ્કારો મેળવે છે. ત્યાર પછી તેઓ પોતપોતાના ધંધામાં
પ્રવેશ કરે છે. કેટલાક પોતે પોતાના કુળધર્મના અનુયાયી છે એમ
ગણી બીજા ધર્મ
સંપ્રદાયોની માન્યતાઓ સાથે અગર વર્તમાન
વિજ્ઞાન સાથે સમન્વય કરે છે અને પોતાની વિશાળ દ્રષ્ટિ છે,
એમ માને છે.
[ ३ ]