Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 115

 

background image
કેટલાક આધુનિક સંસ્થાઓમાં અગર તો સાધુઓની,
સંપ્રદાયની કે સંઘની ચાલુ સંસ્થાઓમાં જોડાય છે અને તેના
ઉત્કર્ષ માટે પોતે પ્રયત્નો કરે છે, એમ તે માને છે. એ રીતે અનેક
જાતના કાર્યક્રમોમાં જીવો રોકાતાં સાચા ધર્મનું સ્વરૂપ કે દેવ, ગુરુ
અને શાસ્ત્રોનું સ્વરૂપ નક્કી કરવા તરફ લક્ષ ઘણે ભાગે જતું નથી,
પોતે માનેલા ધર્મમાં રૂઢિગત ચાલતી ક્રિયાઓને વધારે કે ઓછે
અંશે આચરે છે. ઓછા કે વધારે પ્રમાણમાં ધર્મબુદ્ધિથી આ પ્રમાણે
ધર્મક્રિયાઓ કરીને પોતે ધર્મી છે એમ માની, એ માન્યતામાં તે
સંતોષાઈ જાય છે, અને પોતાની ફરજ અદા કરે છે એમ ગણે
છે, અગર પોતાને કૃતકૃત્ય માને છે.
સર્વજ્ઞ વીતરાગદેવ કહે છે કેઃજીવ જે કુળમાં જન્મ્યો
હોય તે કુળમાં માનવામાં આવતા દેવ, ગુરુ અને શાસ્ત્રો સાચાં
હોય અને (ઓઘદ્રષ્ટિએ) તેને તે સાચા તરીકે માનતો હોય તો
પણ સાચા દેવના અને સાચા ગુરુના ગુણો શું છે અને સાચાં
શાસ્ત્રો કયાં કહેવાય, દેવ
ગુરુશાસ્ત્રોમાં દોષો શું કહેવાય તેનો
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરી બધાં પડખાંઓથી તેના ગુણદોષ
(Merits and demerits)નો યથાર્થ નિર્ણય ન કર્યો હોય ત્યાં
સુધી જીવને સાચી માન્યતા થતી નથી, તેથી તે ધર્મનો ખરો
અનુયાયી નથી; તેની માન્યતામાં કાં તો સંદેહ રહે છે, કાં તો
ઊંધાઈ રહે છે અથવા તો અનિર્ણય રહે છે; તેથી સાચા જ્ઞાનની
દ્રષ્ટિએ તે માન્યતા દોષિત છે. શાસ્ત્રની પરિભાષામાં આ માન્યતાને
‘ગૃહીત મિથ્યાત્વ’ કહે છે. આ માન્યતામાં મિથ્યાપણું હોવાથી તે
મિથ્યાત્વ છે અને જન્મ થયા પછી તે ગ્રહણ કર્યું હોવાથી તેને
ગૃહીત કહેવામાં આવે છે. ‘ગૃહીત મિથ્યાત્વ’નું સ્વરૂપ અને તેને
[ ४ ]